એરપોર્ટ પર 41.90 લાખ રૂપિયાના US ડોલર સાથે યુવકની ધરપકડ, દુબઈ જવાની ફિરાકમાં હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કસ્ટમ વિભાગને તેના અસામાન્ય વર્તનને કારણે શંકા હતી. જ્યારે ભારતીય યુવક સ્ટાર એરલાઈન્સની ફ્લાઈટ નંબર IX-141થી દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તેને પકડી લીધો હતો.

એરપોર્ટ પર 41.90 લાખ રૂપિયાના US ડોલર સાથે યુવકની ધરપકડ, દુબઈ જવાની ફિરાકમાં હતો
Image Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 5:46 PM

શુક્રવારે દિલ્હીના (Delhi) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર કસ્ટમ્સની ટીમ દ્વારા એક ભારતીય યુવકને 41.90 લાખ રૂપિયાના યુએસ ડોલર સાથે પકડવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય યુવક દિલ્હી એરપોર્ટથી દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો. કસ્ટમ વિભાગની ટીમ દ્વારા વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કસ્ટમ વિભાગને તેના અસામાન્ય વર્તનને કારણે શંકા હતી. જ્યારે ભારતીય યુવક સ્ટાર એરલાઈન્સની ફ્લાઈટ નંબર IX-141થી દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તેને પકડી લીધો હતો. કસ્ટમની ટીમે આરોપીની બેગની તપાસ કરી અને તેમાંથી 52,800 યુએસ ડોલર જપ્ત કર્યા.

આ રીતે છુપાવ્યું હતું વિદેશી ચલણ

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અનુસાર આ મામલો ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસનો છે. ટર્મિનલ-3 ખાતે CISF સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ટીમને એક મુસાફરની હિલચાલ પર શંકા હતી. જે બાદ દુબઈ જવાની તૈયારી કરી રહેલ એક મુસાફર સ્ટાર એલાયન્સ ફ્લાઈટ નંબર IX-141માંથી ઝડપાઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે લીલા રંગની ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિકના દોરાના રોલ મળી આવ્યા હતા. તેનો સામાન X-BIS મશીનમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રોલ સાથે કંઈક બીજું પણ લપેટાયેલું જોવા મળ્યું હતું.

હથિયારોનો જથ્થો મળી આવ્યો

તમને જણાવી દઈએ કે 13 જુલાઈના રોજ દાણચોર પતિ-પત્નીની દિલ્હી એરપોર્ટ પર હથિયારોના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. વિયેતનામનું એક ભારતીય યુગલ મોટી સંખ્યામાં હથિયારો સાથે ઝડપાયું હતું. તેમની સાથેની બે ટ્રોલી બેગમાંથી 22 લાખથી વધુની કિંમતની 45 બંદૂક જપ્ત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, બંને પતિ-પત્નીએ અગાઉ રૂ. 12 લાખથી વધુની કિંમતની 25 બંદૂકની દાણચોરીમાં સંડોવણી હોવાનું પણ કબૂલ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">