Delhi Traffic Police : ‘કાર-ઓ-બાર…ચૂજ કર લો યાર!’ દારૂ પીતા લોકોને દિલ્હી પોલીસનો અનોખો સંદેશ, થયો વાયરલ

દિલ્હી ટ્રાફિક પોલીસના (Delhi Traffic Police) ઓફિશિયલ ટ્વિટર પર એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં મજાકિયા અંદાજમાં લખવામાં આવ્યું છે કે, 'જો તમે દારૂની બારમાંથી નીકળીને કાર ચલાવશો, અથવા તમે કારમાં જ તમારી બાર ખોલશો તો પોલીસ સ્ટેશન તમારા માટે દ્વાર ખોલશે.'

Delhi Traffic Police : 'કાર-ઓ-બાર…ચૂજ કર લો યાર!' દારૂ પીતા લોકોને દિલ્હી પોલીસનો અનોખો સંદેશ, થયો વાયરલ
alcohol delhi police msg viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 7:45 AM

આલ્કોહોલના (Alcohol) પ્રભાવ હેઠળ વાહન ચલાવવું એ ફક્ત તમારા જીવનને જ જોખમમાં મૂકતું નથી, પરંતુ અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકે છે. આ અંગે કડક કાયદો બનાવવામાં આવ્યો છે, ભારે દંડની જોગવાઈ પણ છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ લેતા નથી અને ન તો તેમને પોલીસ-કાયદાનો ડર છે. પોતાના જીવનો પણ ભય નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારે એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2020માં નશામાં ડ્રાઇવિંગને (Driving) કારણે 8 હજારથી વધુ રોડ અકસ્માતો થયા હતા. પોલીસ પણ આવા લોકો પર કડકાઈ રાખે છે અને સાથે જ લોકોને સમજાવવાનો પ્રયાસ કરે છે કે આવું ન કરવું જોઈએ. દિલ્હી પોલીસે પણ આવો જ પ્રયાસ કર્યો છે, પરંતુ ખૂબ જ અનોખા રીતે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં, દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને કોઈ પણ વસ્તુને અનોખા રીતે સમજાવવાનો અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. હાલમાં તેણે જે ટ્વીટ કર્યું છે તે શરાબી ડ્રાઇવરો સાથે સંબંધિત છે. આ ટ્વીટમાં તેણે એક અદ્ભુત સંદેશ આપ્યો છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે દારૂ પીને ક્યારેય વાહન ચલાવવું જોઈએ નહીં.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

જુઓ દિલ્હી પોલીસનું ફની ટ્વિટ……

દિલ્હી ટ્રાફિક પોલીસના (Delhi Traffic Police) ઓફિશિયલ ટ્વિટર પર એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં મજાકિયા અંદાજમાં લખવામાં આવ્યું છે કે, ‘જો તમે દારૂની બારમાંથી નીકળીને કાર ચલાવશો, અથવા તમે કારમાં જ તમારી બાર ખોલશો તો પોલીસ સ્ટેશન તમારા માટે દ્વાર ખોલશે.’ આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ચૂજ કર લો યાર… કાર-ઓ-બાર, ઘર વાલોં કા પ્યાર યા સીધે હરિદ્વાર’.

યુઝર્સ પણ દિલ્હી પોલીસના આ ટ્વિટ પર મજેદાર રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમે જીવતા હશો ત્યારે પોલીસ સ્ટેશનના ગેટ પર જશો, નહીં તો અકસ્માત થશે તો સીધા હરિદ્વાર જશો’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘આ જનતા માટે ખૂબ જ સારો સંદેશ છે. ‘ તે જ સમયે, એક યુઝરે દિલ્હી પોલીસના વખાણ કરતા કોમેન્ટ્સ કરી છે, ‘વાહ. અદ્ભુત રીતે લખ્યું છે, તો અન્ય એક યુઝરે આ રીતે કોમેન્ટ કરતા લખ્યું છે, ‘જય હો દિલ્હી પોલીસ’.

g clip-path="url(#clip0_868_265)">