અમદાવાદ : નરોડામાં બૂટલેગરો બેફામ, પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર માર્યો
નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા બુટલેગરનો દારૂનો બિન્દાસ્ત હેરાફેરીનો વિડીયો વાયરલ થયો અને હવે વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર જીવલેણ હુમલો થયો છે.
અમદાવાદના (Ahmedabad)નરોડા (Naroda) વિસ્તારમાં બૂટલેગરો (Bootlegger)બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મીને (POLICE) દોડાવી દોડાવીને માર માર્યો છે. જેમાં નરોડા પોલીસ ફરી વિવાદમાં આવી કે આરોપી પકડવા એક પોલીસકર્મી સાથે અન્ય બે પોલીસકર્મી ગયા હતા. જે બીજા પોલીસ સ્ટેશનમાં ફરજા બજાવે છે. જેનો વિડિયો પણ વાયરલ થયો છે.
શહેરના નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા બુટલેગરનો દારૂનો બિન્દાસ્ત હેરાફેરીનો વિડીયો વાયરલ થયો અને હવે વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર જીવલેણ હુમલો થયો છે. જેને લઇને નરોડા પોલીસએ 15 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળતા જ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. બાતમી વાળી સંભવિત જગ્યાએ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાક વાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
જોકે તેણે બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી જઈને આ નરોડા પોલીસ વાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી. અવાર નવાર રેડો કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10 થી 12 લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસને દોડાવી દોડવીને માર માર્યો હતો.પરંતુ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સુરેશ પોલીસકર્મી બીજા અન્ય પોલીસ સ્ટેશન પોલીસકર્મી લઈ જતા અનેક સવાલો ઉભાઈ થઈ રહ્યા છે. જેને લઈ ઉચ્ચ અધિકારી તપાસ સોંપવામાં આવી છે.
મારામારીનો વિડીયો સામે આવ્યો છે જેમાં આરોપી પક્ષ વકીલે આક્ષેપ કર્યા છે કે નરોડા પોલીસ સિવાયના પોલીસકર્મીઓ ઘરમાં ઘુસી અસભ્ય વર્તન કર્યું હતું. જેને લઈ પોલીસ કમિશનરને રજુઆત કરીશું. જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને અલગ અલગ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad : SVP હોસ્પિટલ ચાલતી ન હોવાના કારણે VS હોસ્પિટલને ફરી ધમધમતી કરવા AMC મજબુર