Ahmedabad: જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ, મહિલાને કાર સસ્તામાં અપાવવાનું કહી કરી હતી છેતરપિંડી

નિવૃત મહિલા શિક્ષકને સસ્તામાં કાર અપાવવાનું કહીને ફિલ્મ ડાયરેક્ટર યશ વૈધ (Yash Vaidh)એ 2.90 લાખ પડાવ્યા હતા અને મહિનાઓ સુધી ન તો કાર આપી ન તો પૈસા પરત આપ્યા.

Ahmedabad: જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ, મહિલાને કાર સસ્તામાં અપાવવાનું કહી કરી હતી છેતરપિંડી
ફિલ્મ ડિરેક્ટર યશ વૈદ્ય
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 10, 2021 | 9:45 PM

Ahmedabad: અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન (Paldi Police Station)માં જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે નિવૃત મહિલા શિક્ષકને સસ્તામાં કાર અપાવવાનું કહીને ફિલ્મ ડાયરેક્ટર યશ વૈધ (Yash Vaidh)એ 2.90 લાખ પડાવ્યા હતા અને મહિનાઓ સુધી ન તો કાર આપી ન તો પૈસા પરત આપ્યા. અંતે આ મામલે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અજય દેવગણ, અક્ષય કુમાર, નિલ નીતીન મુકેશ જેવા દિગ્ગજ કલાકારો સાથે દેખાતો આ શખ્સ પોતાને ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કહે છે પરંતુ તેની ફિલ્મી કહાની પાછળનો પડદો ઉઠી ગયો છે. પાલડી પોલીસ સ્ટેશનમાં હિનાબેન દવે નામના નિવૃત મહિલા શિક્ષકે યશ વૈધ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે તેની તપાસ હાથ ધરી છે. મહિલાને કાર લેવાની જરૂર હોય તેઓની દિકરી મારફતે યશ વૈધ સાથે મુલાકાત થઈ. બોડકદેવ વિસ્તારમાં રીલ એન્ટરટેઈન્મેન્ટ નામની ઓફિસ ધરાવીને યશ વૈધ ગુજરાતી ફિલ્મો બનાવવાનું કામ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હાલમાં તે છેલ્લો કાર્ડિઓગ્રામ અને રમણીક ઈન પ્રોબ્લમ નામની ફિલ્મ પર કામ કરી રહ્યો છે, ત્યારે તેણે પોતાનો ભાઈ ચિંતન મુંબઈમાં ટાટા કંપનીનો શો રૂમ ધરાવે છે અને 2 લાખ ડિસ્કાઉન્ટ કરાવી આપવાનું કહીને મહિલા પાસેથી ટોકનના 2.90 લાખ લીધા અને રફુચક્કર થઈ ગયો. મહત્વની વાત તો એ છે કે ઠગ યશ વૈધે મહિલાને ટાટા કંપનીની ગાડી બુક થઈ ગઈ છે તે પ્રકારના બોગસ ઈ મેઈલ કર્યા અને 40 દિવસમાં ગાડીની ડિલીવરી થઈ જશે તેવુ જણાવ્યુ હતું.

તેમ છતાં મહિનાઓ થતા ગાડી ન મળતા અંતે મહિલાને પોતાની સાથે ઠગાઈ હોવાનું લાગતા પૈસા પરત માંગતા યશે 1 લાખ પરત આપ્યા, પરંતુ 1.90 લાખ ન આપતા ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે આરોપી યશ વૈધે બોલીવૂડમાં માંજી, એબીસીડી 2, દ્રશ્યમ, બ્રધર્સ અને વેલકમ બેક જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હોવાનું પોતાના સોશિયમ મીડિયામાં લખાણ કર્યુ છે.  ત્યારે આ પ્રકારે ગુજરાતના અનેક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

હાલ તો આ મામલે પાલડી પોલીસે ઠગાઈનો ગુનો નોઁધી આરોપી યશ વૈધને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આરોપીએ અમદાવાદ સિવાય કચ્છમાં અનેક લોકોને ફિલ્મમાં કામ કરવાની લાલચ આપીને તેમજ ગોંડલનાં ઉદ્યોગપતિ સાથે પણ લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ડાયરેક્ટર કમ ઠગે ખરેખર કેટલા લોકોને ઠગ્યા છે તે તો તેની ધરપકડ બાદ જ સામે આવશે. પરંતુ હજુ પણ તેની સામે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેર પોલીસને શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા, કાલુપુર અને જમાલપુર વિસ્તારમાં કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરાવ્યું

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">