પત્નીના અનૈતિક સંબંધમાં પતિએ શહેર તો છોડ્યું,પણ તે ગુનેગાર બની ગયો. જી હા નિકોલ વિસ્તારમાં પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પતિએ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જો કે પ્રેમીનો સદનસીબે બચાવ થયો છે. આપને જણાવી દઈએ કે, પત્ની અને પાડોશી વચ્ચે ચાલતા અનૈતિક સબંધનો બદલો લેવા પતિએ ખૂની ખેલનો કારચો રચ્યો હતો.
માહિતી મુજબ દિનેશ આહીરે તેની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનાર પર ફાયરિંગ કર્યું. જો વિગતે વાત કરીએ તો નિકોલમાં મોડી રાત્રે દિનેશે પ્રવીણ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત પ્રેમીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની વિગતવાર કર્યે તો અમદાવાદના નિકોલમાં રહેતા 42 વર્ષીય પ્રવીણભાઈ હીરા લે વેચનું કામ કરે છે. પ્રવીણે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રવીણ પટેલને એક બાળક પણ છે. મહત્વનુ છે કે, પ્રવીણભાઈ થોડા વર્ષ અગાઉ હીરા ઘસવાનું કામ કરતા હતા ત્યારે તેમનો સંપર્ક દિનેશ આહીર સાથે થયો હતો.
દિનેશ આહિરની મદદથી તેમને નિકોલના ખોડીયામાં એપાર્ટમેન્ટ પણ લીધો હતો. દિનેશ આહીર તેમના પત્ની સાથે તે જ ફ્લેટમાં રહેતા હતા. સાથે રહેવા આવ્યા બાદ પ્રવીણ અને દિનેશના પત્ની ચંદ્રિકાનો પણ સપર્ક થયો હતો. બંનેની આંખ મળી જતા પ્રેમ સંબંધ થયો હતો. આ પ્રેમ સબંધ લાંબો સમય ચાલ્યો નહોતો કારણે પ્રવીણને પત્ની જાણ થઈ હતી. જે બાદ દિનેશભાઈ ઘર ખાલી કરીને સુરત જતા રહ્યા હતા, પરતું દિનેશે પત્નીના પ્રેમી સાથેનો બદલો લેવાનુ મન બનાવી લીધુ હતુ.
સાત વર્ષ પછી પત્નીના અનૈતિક સંબંધનો બદલો લેવા આરોપી દિનેશ અમદાવાદ આવ્યો હોવાનું પૂછપરછ સામે આવ્યું છે. આરોપી દિનેશે કબૂલાત કરી હતી કે ગઈકાલે સુરતથી અમદાવાદ આવીને દિવસ દરમિયાન પ્રવીણ ઘરની બહાર વોચ રાખીને બેઠો હતો. જોકે રાત્રીના સમયે પ્રવીણ તેના ફ્લેટની નીચે પાનનાં ગલ્લે મસાલો ખાવા ગયો ત્યારે તેમના પર પાછળથી ફાયરિંગ કર્યું હતું. બાદમાં આસપાસના લોકોએ ભેગા થઈ દિનેશને પકડી પાડ્યો હતો.
આપને જણાવી દઈએ કે, આરોપી દિનેશ યુપીથી 10 વર્ષ પહેલાં રિવોલ્વર લઈને આવ્યો હતો. પોતાની સાથે હથિયાર રાખેલું હોવાની પણ તેમણે કબૂલાત કરી છે. એટલું જ નહીં રિવોલ્વર વડે ફાયરિંગ કરી પ્રવીણને મોતને ધાટ ઉતારવાનો દિનેશએ પ્લાન કર્યો હતો પરંતુ સદ્દનસીબે એવુ ન થયુ.
પોલીસ તપાસમાં આરોપી દિનેશ સુરતમાં હીરાની ફેકટરીમાં કામ કરે છે અને છેલ્લા 6 વર્ષથી પત્ની અને બાળકો સાથે સુરત જ રહે છે, પરંતુ પત્નીના અનૈતિક સંબંધ રાખનારનો બદલો લઈ પરત સુરત ભાગી જવાના ફિરાકમાં હતો પરંતુ હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.