Ahmedabad: જાણીતા ફિલ્મ ડાયરેકટર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, નામ બદલીને યશ વૈધે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી દીધુ

Mihir Soni

|

Updated on: Oct 08, 2021 | 5:47 PM

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ફિલ્મ ડાયરેક્ટર યશ વૈધે વધુ એક મહિલા સાથે ઠગાઈ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Ahmedabad: જાણીતા ફિલ્મ ડાયરેકટર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, નામ બદલીને યશ વૈધે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી દીધુ
Complaint registered against well-known film director Yash Vaidya

Ahmedabad: વસ્ત્રાપુરમાં ફિલ્મ ડાયરેક્ટરએ વધુ એક મહિલા સાથે ઠગાઈ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેબ સીરીઝના શુટીંગ કરવાના બહાને 18 લાખની ગાડી લઈ ગયો અને ખોટા દસ્તાવેજ બનાવીને રૂપિયા 8 લાખમાં વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે.

ઢોલીવુડ અને બોલીવુડમાં ફિલ્મ ડાયરેક્ટર તરીકે જાણીતા થયેલા યશ વૈધની ચિંટીગની પોલ ફરી ખુલી ગઈ છે. અગાઉ પાલડી અને હવે વસ્ત્રાપુરમાં એક મહિલા સાથે ઠગાઈ કરી છે. હૈદરાબાદમાં વેબસીરીઝ બનાવવાની હોવાનું કહીને યશ વૈધે મહિલા પાસેથી ક્રેટા કાર લઇ ગયા જે કાર સમયસર પરત નહી આપતા ભાવનગરના એક વ્યકિતને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું.

મહિલા જાતેજ ઇન્વસ્ટિગેશન કરીને કારનો પતો લગાવ્યો હતો અને અંતે ડાયરેક્ટર યશ વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાની વાત કરીએ બોડકદેવ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા નીતાબેન શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યશ વૈધ નામના ફિલ્મ ડાયરેક્ટર વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે.

નીતાબેને વર્ષ 2018માં ક્રેટા કાર ખરીદી હતી જેને ડાયરેક્ટર યશ વૈધે બારોબાર વેચી દીધી હતી. યશ વૈધ અને નીતાબેન વચ્ચે એક ઇવેન્ટમાં પરિચયમાં આવ્યા હતા. બન્ને અનેક ઇવેન્ટ અને ફિલ્મોમાં કામ કર્યું છે. જેથી યશએ હૈદરાબાદમાં વેબસીરીઝ બનાવવાની હોવાનું કહીને વીસ દીવસ માટે ક્રેટા કાર નીતાબેન પાસેથી લઇ ગયો હતો. પરંતુ હૈદરાબાદના બદલે ભાવનગરમાં જઈને ખોટા દસ્તાવેજના આધારે મામલતદાર અલ્પેશ ભટ્ટને 18 લાખની ગાડી 8 લાખમાં વેચી દીધી. અને આ પૈસાથી સુરતમાં ઓફીસ અને ઘર ભાડે લીધું અને 6 લાખની પોતાની નવી ગાડી ખરીદી હોવાનું ખુલ્યું.

ઠગ ડાયરેકટ ગાડી લઈ જઈને ફોન બંધ કરી દેતા નીતાબેનને શંકા જતા તેમને આરટીઓની એપ્લીકેશન ચેક કરી હતી જેમાં તેમને જાણવા મળ્યુ હતું કે ક્રેટા કારનો વીમો ભરાયો છે. નીતાબેન વીમા કંપનીમાં જઇને તપાસ કરી તો મુકેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટે વિમો ભર્યો છે. નીતાબેને મુકેશને ફોન કરીને પુછ્યુ તો આ કાર ભાવનગરમાં રહેતા અલપેશ ભટ્ટના નામે ટ્રાન્સફર કરવાની છે.

જે ભાવનગરમાં મામતદાર છે. નીતાબેને તેમનો સંપર્ક કર્યો તો ખબર પડી કે યશએ નિતાબેનને પત્ની બનાવીને ખોટા દસ્તાવેજ બનાવીને આઠ લાખ રૂપિયામાં આ કાર નોટરી કરીને વેચી દીધી છે. આ પ્રકારે નિતાબેનએ યશનો ભાંડો ફોડી દીધો હતો. મહત્વ નું છે કે, અગાઉ યશ વૈધે નિવૃત મહિલા શિક્ષકને સસ્તામાં કાર અપાવાનું કહીને 2.90 લાખ પડાવ્યા હતા જેની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

તપાસમાં સામે આવ્યું કે યશ પાસે અલગ અલગ નામના ત્રણ પાસપાર્ટ છે અને દરેક રાજ્યમાં અલગ અલગ નામ ઉભા કરીને ચીંટીગ કરે છે. યશે ચંદીગઢમાં હેરી ભટ્ટના નામે ચીંટીગ કર્યુ હતું જ્યારે અવિનાશ ભટ્ટ અને રાહુલ ભટ્ટના નામે પણ ચિંટીગ આચર્યુ છે. યશના બોલીવુડ અભિનેતા સાથે ફોટોગ્રાફ્સ છે જ્યારે ગુજરાતી સંખ્યાબંધ ફિલ્મોમાં પણ તેને ડાયરેક્ટર છે. ફિલ્મ રહસ્ય, છેલ્લો કાડીયાગ્રામ જેવી ગુજરાત ફિલ્મના નિમર્તા છે. આ ફિલ્મી નિર્માતા રિયલ લાઇફનો વિલન નીકળ્યો છે. હાલ ભુજ જેલમાં બંધ હોવાથી વસ્ત્રાપુર પોલીસે તેની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવવા ની કાર્યવાહી શરૂ કરી.

આ પણ વાંચો: Lakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati