Nobel Peace Prize: મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને મળ્યો 2021નો નોબેલ શાંતિ પુરસ્કાર
નોર્વે સ્થિત નોબેલ સમિતિએ કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના (Freedom of Expression) રક્ષણ માટે મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ વર્ષના શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nobel Peace Prize 2021: વર્ષ 2021 માટે નોબલ શાંતિ પુરસ્કાર મારિયા રેસા (Maria Ressa) અને દિમિત્રી મુરાટોવને (Dmitry Muratov) આપવાની જાહેરાત કરવામાં આવી છે. નોર્વે સ્થિત નોબેલ સમિતિ દ્વારા શુક્રવારે આની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિએ જણાવ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની (Freedom of Expression) રક્ષા માટે આ બંનેને આ વર્ષે શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોબેલ સમિતિના મતે, વિશ્વમાં લોકશાહી અને શાંતિ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખૂબ મહત્વની છે. ગયા વર્ષે, નોબલ શાંતિ પુરસ્કાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવામાં આવ્યો હતો, જે 1961 માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડ્વાઇટ આઇ્શનોવરે શરૂ કર્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિશ્વમાં દરેક વ્યક્તિને ભોજન પૂરું પાડવાનો હતો.
મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવ કોણ છે નોર્વેમાં નોબેલ સમિતિ વતી એવું કહેવામાં આવ્યું છે કે મારિયા રેસાએ (Maria Ressa) પોતાના દેશ ફિલિપાઇન્સમાં સત્તાનો દુરુપયોગ, હિંસાનો ઉપયોગ અને સરમુખત્યારશાહી સામે લાવવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ કર્યો હતો. વર્ષ 2012 માં, મારિયાએ રેપલરની સ્થાપના કરી. તે આ ડિજિટલ મીડિયા કંપનીની સહ-સ્થાપક છે અને આ કંપની તપાસ પત્રકારત્વને આગળ ધપાવે છે.
બીજી બાજુ દિમિત્રી એન્ડ્રીવિચ મુરાટોવ ((Dmitry Muratov)) પણ પત્રકાર છે. તેમણે રશિયામાં નોવાજા ગાઝેટા નામના અખબારની સહ-સ્થાપના કરી છે. સમિતિનું કહેવું છે કે તે રશિયામાં અત્યાર સુધીનું સૌથી સ્વતંત્ર અખબાર છે. નોબેલ સમિતિના જણાવ્યા અનુસાર, મુરાટોવ કેટલાક દાયકાઓથી રશિયામાં વાણી સ્વાતંત્ર્યનો બચાવ કરી રહ્યો છે.
તે જે કરી રહ્યો છે તે વધુ વિશેષ બની જાય છે જ્યારે તેની સામે તેના પોતાના દેશમાં ઘણી પડકારજનક પરિસ્થિતિઓ હોય છે. સમિતિએ એ વાત પર ભાર મૂક્યો હતો કે સત્તાના દુરુપયોગ, જૂઠાણા અને યુદ્ધ પ્રચારને છતી કરવા માટે મુક્ત, સ્વતંત્ર અને હકીકત આધારિત પત્રકારત્વ જરૂરી છે.
Nobel Peace Prize 2021 awarded to Maria Ressa and Dmitry Muratov for their efforts ‘to safeguard freedom of expression’ pic.twitter.com/l0dLJgDu1S
— ANI (@ANI) October 8, 2021
આ પણ વાંચોઃ Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે
આ પણ વાંચોઃ Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત