Ahmedabad: એક દપંતીએ ઠગાઈ કરતા આધેડએ કર્યો આપઘાત, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી, જાણો સમગ્ર મામલો
Ahmedabad: વેજલપુર વિસ્તારમા દપંતીના કારણે એક આધેડે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દપંતીએ આધેડના ક્રેડીટકાર્ડથી લોન લઈને હપ્તા નહિ ભરી ઠગાઈ કરી હતી. બેન્કની ઉઘરાણીથી કંટાળીને આધેડએ આપધાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે.
Ahmedabad: શહેરના વેજલપુર વિસ્તારમા દપંતીના કારણે એક આધેડે આપઘાત (suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. દપંતીએ આધેડના ક્રેડીટકાર્ડથી લોન લઈને હપ્તા નહિ ભરી ઠગાઈ કરી હતી. બેન્કની ઉઘરાણીથી કંટાળીને આધેડએ આપધાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે. પોલીસે દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શું હતી સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલ. વેજલપુરમાં દંપતીએ ક્રેડિટ કાર્ડથી લોન લઈને હપ્તો નહિ ભરતા એક આધેડએ આપઘાત કરી લીધો છે. ઘટનાની વાત કરીએ તો મૃતક મહેન્દ્ર ગોહેલએ વસ્ત્રાપુરની ખાનગી કંપનીમા એમ સ્કેવર મીલેનીયમ પ્લાઝામા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે નોકરી કરનાર યોગેશ શુકલા અને તેની પત્નીએ મિત્રતા કેળવીને મહેન્દ્રભાઈનો વિશ્વાસ મેળવી તેમની ક્રેડીટકાર્ડનો ઉપયોગ કરીને ઈલેક્રટીક વસ્તુઓ લોન પર લીધી.
પરંતુ આ દપંતીએ વસ્તુઓની લોન નહિ ભરતા બેન્કમાંથી મહેન્દ્રભાઈ પર હપ્તાની ઉઘરાણી શરૂ થઈ. આ દપંતીએ કરેલી છેતરપીંડી અને બેન્કની ઉઘરાણીથી કંટાળીને મહેન્દ્રભાઈએ આપઘાત કરી લીધો. પરિવારના મોભીના આપઘાતથી પરિવાર આઘાતમા આવી ગયો છે અને ઠગ દંપતી વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
આપઘાત કરતા પહેલા મહેન્દ્રભાઈએ પોતાની વેદના અંતિમચીઠ્ઠીમા ઠાલવી હતી. જેમાં યોગેશ શુકલા અને તેની પત્નીએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને જુદી જુદી ઇલેક્ટ્રીક વસ્તુઓ ખરીદીને લોન લીધી હતી. જેમાં બે એસી, એક ફ્રીજ અને ત્રણ-ચાર સ્માર્ટ ફોન ખરીદ્યા હતા. જે છેલ્લા બે માસથી આ દંપતી લોનના હપ્તા ભરતું નહતું. અને બેન્ક દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. જેથી કંટાળીને મહેન્દ્ર ભાઈએ આપઘાત કર્યો. વેજલપુર પોલીસે અંમિત ચીઠ્ઠીના આધારે શુકલા દંપતી વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
વેજલપુર પોલીસે આત્મહત્યાના કેસની તપાસ STSC સેલને સોપવામા આવી છે. STSC સેલએ આરોપીની શોધખોળની સાથે મૃતકના કંઈ કંઈ બેન્કના ક્રેડીટ કાર્ડથી કેટલી લોન લીધી. શું શું વસ્તુઓ ખરીદી છે. તે તમામ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો