પોતાની પત્ની સામે જ 7 વર્ષીય દિવ્યાંગ પુત્રીનું કરતો હતો યૌન શોષણ, આરોપી પિતાને થઈ 5 વર્ષની સજા, જાણો સમગ્ર બનાવ

મુંબઈની એક અદાલતે તેની 7 વર્ષની પુત્રી સાથે જાતીય ગેરવર્તનના આરોપી પિતાને 5 વર્ષની સજા સંભળાવી છે. પીડિત બાળકી દિવ્યાંગ છે.

પોતાની પત્ની સામે જ 7 વર્ષીય દિવ્યાંગ પુત્રીનું કરતો હતો યૌન શોષણ, આરોપી પિતાને થઈ 5 વર્ષની સજા, જાણો સમગ્ર બનાવ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 3:43 PM

મુંબઈની એક અદાલતે તેની 7 વર્ષની પુત્રી સાથે જાતીય ગેરવર્તનના આરોપી પિતાને 5 વર્ષની સજા સંભળાવી છે. પીડિત બાળકી દિવ્યાંગ છે. બાળકીની માતાએ જણાવ્યું કે, તે લોકોના ઘરકામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેનો પતિ સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને તેને દારૂનો નશો કરવાનો વ્યસની છે. મહિલાના કહેવા પ્રમાણે તેમના લગ્નને 23 વર્ષનો સમય વીતી ગયો છે.

માતાએ કામ કરીને કેટલાક પૈસા બચાવ્યા અને તેણે પાલઘરમાં એક નાનું મકાન ખરીદ્યું. જ્યારે તેના પતિ સાથે તેના સંબંધો બગડ્યા ત્યારે તેણે તેને છોડી દીધો અને તેના નવા મકાનમાં રહેવા લાગી. 2018થી તેનો પતિ પણ આ નવા મકાનમાં આવવા લાગ્યો અને તેની પત્નીએ આ સંપત્તિને પોતાના નામે કરવા ધમકી આપવા લાગ્યો હતો.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે, પત્ની ઉપર દબાણ લાવવા માટે તેણે તેની પુત્રીને તેની સામે જ જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું. જ્યારે માતાએ આ પ્રથમ વખત જોયું ત્યારે તે ખૂબ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. પરંતુ આ ઘટના વિશે તે કોઈને જણાવી નહોતી શકી. પરંતુ તેનો પતિ ફરીથી આવ્યો અને ફરીથી તે જ કરવાનું શરૂ કર્યું. આ સમયે માતાએ આ સમગ્ર ઘટના જ્યાં તે કામ કરતી હતી તે લોકોને જણાવી. આ પછી તેઓએ એક એનજીઓનો સંપર્ક કર્યો. એનજીઓએ મહિલાને આ મામલે કેસ નોંધવામાં મદદ કરી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો કે, બીમારી બાળકી કોર્ટમાં નિવેદન આપી શકી ન હતી. પરંતુ સરકારી વકીલ ગીતા શર્માએ માતા અને અન્ય લોકોએ આપેલા પુરાવાના આધારે પુરૂષના ગુનાની પુષ્ટિ કરી હતી. કોર્ટે આ કેસમાં આરોપીને 5 વર્ષની સજા અને 11,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમાંથી 8 હજાર રૂપિયા વળતર તરીકે બાળકીને આપવામાં આવશે.

આ પણ વાંચો: CIET Recruitment 2021: સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજીએ બહાર પડી ભરતી, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો: Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">