Maharashtra : મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ દાખલ,જાણો શું છે સમગ્ર મામલો ?

પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, " અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના (Magistrate Court)આદેશ પર અંબોલી પોલીસના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાત માટે FIR નોંધવામાં આવી છે."

Maharashtra : મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ દાખલ,જાણો શું છે સમગ્ર મામલો ?
a case of illegal recovery has been registered against the deputy commissioner of mumbai police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:13 AM

Maharashtra : મુંબઈના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અકબર પઠાણ (Akbar Pathan)અને અન્ય બે પોલીસકર્મીઓ સામે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે છેતરપિંડીના આરોપી વ્યક્તિની તપાસ દરમિયાન અન્ય પોલીસકર્મીના નામ સામે આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુરુવારે એક પોલીસ અધિકારીએ (Police Officer) આ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ફરિયાદી ગુરશરણ સિંહ ચૌહાણ પર ગયા વર્ષે મુંબઈના ઉપનગરીય અંધેરી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ધાતુના સાધનો વેચવાના બહાને લોકોને છેતરવાના સંબંધિત કેસમાં ગુરુશરણ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મનસુખ હિરેન મર્ડર કેસમાં સુનીલ માનેની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે

અધિકારીએ જણાવ્યું કે, બુધવારે અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના (Magistrate Court)આદેશ પર અંબોલી પોલીસે પઠાણ અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાત માટે એફઆઈઆર નોંધાવી હતી. ઉપરાંત એફઆઈઆરમાં પોલીસ ઈન્સ્પેક્ટર ચીમાજી અધવનું નામ પણ છે, જે અગાઉ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચમાં (Mumbai Crime Branch)તૈનાત હતા. આ સિવાય મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ માને સામે પણ ગેરકાયદેસર વસૂલાતનો કેસ નોંધવામાં આવ્યો છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

17 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી

ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency) દ્વારા સુનીલ માનેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો મૂકવા સાથે સંબંધિત હતો. ચૌહાણે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેમની સાથે છેતરપિંડી અને બનાવટી કેસમાં ફસાવવાના બદલામાં પોલીસે તેમની પાસેથી 17 લાખ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો: Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

g clip-path="url(#clip0_868_265)">