ભંડારામાં હાજરી આપવા માટે પહોંચેલા સાધ્વીને બંધક બનાવીને દુષ્કર્મ, મંદિરના મહંત અને ત્રણ સેવકો સામે ગુનો દાખલ

ભંડારામાં હાજરી આપવા આવેલા સાધ્વી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. સમાચાર મુજબ હરિદ્વારથી ભંડારામાં પહોંચેલી સાધ્વીને બંધક બનાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ભંડારામાં હાજરી આપવા માટે પહોંચેલા સાધ્વીને બંધક બનાવીને દુષ્કર્મ, મંદિરના મહંત અને ત્રણ સેવકો સામે ગુનો દાખલ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 5:47 PM

હરિયાણાના (Haryana) મહેન્દ્રગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નારનૌલના ખરારમાં ભંડારામાં હાજરી આપવા આવેલા સાધ્વી સાથે દુષ્કર્મની (Rape Case) ઘટના પ્રકાશમાં આવી છે. સમાચાર મુજબ હરિદ્વારથી ભંડારામાં પહોંચેલી સાધ્વીને બંધક બનાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે મંદિરના મહંત અને ત્રણ સેવકો સામે દુષ્કર્મ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જો કે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે (Police) આ મામલે તપાસ શરૂ કરી છે. સમાચાર મુજબ હરિદ્વારની એક સાધ્વીને ભંડારાનું આમંત્રણ આપીને મહેન્દ્રગઢમાં બોલાવવામાં આવ્યા હતા.

‘દૈનિક ભાસ્કર’ના સમાચાર મુજબ 31 જાન્યુઆરીએ સાધ્વી (Haridwar Sadhvi)ને ભંડારાનું આમંત્રણ મળ્યું હતું. જે બાદ તે 2 ફેબ્રુઆરીએ નારનૌલ પહોંચી હતી. સમાચાર મુજબ સાધ્વી મંદિરમાં બે દિવસ રોકાયા હતી. સાધ્વીનો આરોપ છે કે, 4 ફેબ્રુઆરીના રોજ મંદિરના મહંતે પહેલા તેને નશીલા પદાર્થ પીવડાવીને બેભાન કરી અને પછી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાધ્વીનો આરોપ છે કે દુષ્કર્મ બાદ તેને ચાર દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી. તેણે મહંત પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.

મંદિરના મહંત પર દુષ્કર્મનો આરોપ

મંદિરના ત્રણ સેવકો પર પણ સાધ્વીની છેડતીનો આરોપ છે. પીડિતા સાધ્વીનું કહેવું છે કે, જ્યારે મહંત તેના પર દુષ્કર્મ કરતો હતો ત્યારે તેના ત્રણ નોકર રૂમની બહાર બેસીને તેની રક્ષા કરતા હતા. જેથી રૂમની અંદર કોઈ ન આવી શકે. સાધ્વીનો આરોપ છે કે, બળાત્કાર બાદ 8 ફેબ્રુઆરીએ તેને બળજબરીથી બસમાં બેસીને દિલ્હી મોકલવામાં આવી હતી. જ્યારે પીડિતાએ હરિદ્વાર પહોંચ્યા પછી લોકોને પોતાની સમગ્ર વાત કહી તો લોકોએ તેને પોલીસ પાસે જવા કહ્યું. સાધ્વીએ મહેન્દ્રગઢ શહેર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

એસએચઓ અશ્વિની કુમારે કહ્યું કે, સાધ્વીની ફરિયાદ બાદ મંદિરના મહંત અને તેના સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, જ્યાં સાધ્વી પર દુષ્કર્મ થયું હતું તે સ્થાનોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. સાથે જ પીડિતાનું કહેવું છે કે મહંત ખૂબ જ દબંગ છે. આ જ કારણ છે કે લોકો તેના પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Career in Perfumery: જો તમને સુગંધની સારી સમજ હોય ​​તો પરફ્યુમર બનો, જાણો કોર્સ, કમાણી અને કારકિર્દીના વિકલ્પો

આ પણ વાંચો: બાળપણમાં જ ગુમાવી દીધી પોતાની આંખો, મિત્રો અને પરિવારના સહયોગથી પૂર્ણા સુંદરીએ પાસ કરી UPSC, જાણો તેમની સફર વીશે

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">