વડોદરામાં વિધર્મી પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરવાના મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. વિધર્મી પ્રેમીએ અઢી લાખ રૂપિયા પરત આપવાના છેલ્લા વાયદે પ્રેમિકાને બોલાવી ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી. પ્રેમિકા મિત્તલના રાજુ બાવળિયા સાથે લગ્ન થયેલા હતા. પરંતુ ઇસ્માઇલ સાથે પ્રેમ સંબંધ હોવાથી મિત્તલે ઇસ્માઇલને અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.આ રૂપિયા મિત્તલ વારંવાર પરત માંગતી હતી. પરંતુ ઇસ્માઇલ રૂપિયા પરત આપવાને બદલે વાયદા પર વાયદા કરતો હતો. મિત્તલના રૂપિયાની માંગ વધતા આખરે આરોપીએ તેની હત્યા માટેનું કાવતરું ઘડી કાઢ્યું હતુ.
વડોદરા પરિણીત પ્રેમિકાના હત્યાના કેસમાં મોટો ખુલાસો: વિધર્મી યુવકે અઢી લાખ માટે પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી#Vadodara #Gujarat #TV9News pic.twitter.com/oAXc6k26yw
— Tv9 Gujarati (@tv9gujarati) January 31, 2023
વિધર્મી અને પ્રેમિકા આઠ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. પ્રેમિકા મિત્તલ બાવળિયા નામની પરિણીતા ગત 22 તારીખે ગુમ થઈ હતી. પોર ગ્રામ પંચાયત પાસેથી મિત્તલ પ્રેમી ઇસ્માઇલ પરમાર સાથે બાઈક પર બેસીને GIDC સુધી ગઈ હતી. ત્યારબાદથી તે ગાયબ હતી. જે અંગેની ફરિયાદ મળતાં પોલીસે પોર GIDCમાં તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ભારે જહેમત બાદ પોલીસે પોર GIDC નજીકથી યુવતીને શોધી કાઢી હતી.