SURAT : નશાના કાળા કારોબારનો પર્દાફાશ, પોલીસે 1 કિલો અફીણ, 9 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપી પાડ્યા

પુણાગામ પોલીસે આરોપીઓ પાસેથી એક કિલોથી વધુ અફીણ (opium) અને 9 કિલો ગાંજો (cannabis) જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:44 PM

SURAT : સુરતમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.પુણાગામના નિયોલ ચેક નાકાથી પોલીસે અફીણ અને ગાંજાની હેરાફેરી કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.પુણાગામ પોલીસે આરોપીઓ પાસેથી એક કિલોથી વધુ અફીણ (opium) અને 9 કિલો ગાંજો (cannabis) જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે. બાતમીના આધારે પોલીસ નિયોલ પાટિયા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન પોલીસને આ શખ્સોની હિલચાલ પર શંકા જતા તેમની તપાસ હાથ ધરતા ગાંજો અને અફીણ મળી આવ્યું હતું..હાલ તો પોલીસે આ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ કાર્યલાહી હાથ ધરી છે..આ શખ્સો ક્યાથી ગાંજો અને અફીણ લાવ્યા હતા અને કોને કોને સપ્લાય કરવાના હતા તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં ડ્રગ્સ તેમજ નશાકારક પદાર્થો બાબતે સરકાર અને પોલીસ બંને ગંભીર છે. ગાંધીનગરમાં 22 ઓકટોબરે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહના જન્મદિવસની ઉજવણી બાદ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ડ્રગ્સ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા આપણું રાજ્ય સુરક્ષિત છે એના પાચલ ગુજરાત પોલીસ અને પોલીસકર્મીઓનો અથાગ પ્રયત્ન અને ખાસ કરીને ગુજરાત સરકારના સૌ નાગરીકોનો સહયોગ છે. તેમણે કહ્યું રાજ્યમાં ડ્રગ્સ બાબતે સરકાર અને પોલીસ બંને ગંભીર છે. રાજ્યના લોકો ડ્રગ્સની લતે ન ચડે તે માટે રાજ્યની પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં દેશની બોર્ડરમાં ઘુસતા પહેલા કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. રાજસ્થાનથી મુંબઈ તરફ જતા ડ્રગ્સને ગુજરાત પોલીસે મહેસાણામાં ઝડપી પાડ્યું છે. તેમણે કહ્યું આ જ રીતે રાજ્યની ચારે દિશાઓમાં ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલર પર સરકારની નજર છે.તેમણે કહ્યું આગામી સમયમાં સરકાર આવા કેસોમાં ગંભીર પગલાઓ લેશે.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5 હજાર કરોડની ડેરી સહકાર યોજના લોન્‍ચ કરી

આ પણ વાંચો : #75YearsOfAmul : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આપણા DNA માં જ સહકાર વણાયેલું છે

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">