મહારાષ્ટ્રના પાલઘરમાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મની ઘટના, બે લોકો પર લગાવ્યો આરોપ

પાલઘર જિલ્લામાં 19 વર્ષની યુવતી પર કથિત રીતે દુષ્કર્મ મામલે સોમવારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

મહારાષ્ટ્રના પાલઘરમાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મની ઘટના, બે લોકો પર લગાવ્યો આરોપ
પ્રતિકાત્મક તસ્વિર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 2:17 PM

મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘર જિલ્લામાં 19 વર્ષની યુવતી પર કથિત રીતે દુષ્કર્મ થયાના સમાચાર સામે આવ્યા છે. બે પુરુષો પર કથિત રીતે દુષ્કર્મનો આરોપ છે. જવાહર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, આ ઘટના જવાહર તાલુકાના એક ગામમાં બની હતી. એવો આરોપ છે કે, રવિવારે (20 ફેબ્રુઆરી) ના રોજ બે લોકોએ યુવતી પર દિષ્કર્મ આચર્યું હતું. બંને માણસો છોકરીને ખેતરના અનાજના ગોદામના ભાગમાં લઈ ગયા હતા અને ત્યાં તેઓએ તેની સાથે કથિત રીતે દુષ્કર્મ કર્યું હતું. આ લોકોએ રેપ બાદ મહિલાને ધમકી પણ આપી હતી. આ લોકોએ સંબંધિત મહિલાને કહ્યું કે, જો તે આ વાત કોઈને કહેશે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે.

બંને આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવતા યુવતી ગભરાઈ ગઈ હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, તેનેએ ડરના કારણે આ ઘટના વિશે કોઈને જાણ કરી ન હતી. પરંતુ તેના બદલાયેલા હાવભાવ જોઈને પરિવારના સભ્યોને શંકા ગઈ. જ્યારે પરિવારના સભ્યોએ તેને આનું કારણ પૂછ્યું તો મહિલાએ આ વિશે જણાવ્યું. ત્યારબાદ પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો

સંબંધિત અધિકારીએ જણાવ્યું કે સોમવારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હાલ આરોપીઓને પકડવાની તૈયારીઓ ચાલી રહી છે. મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શું છે સમગ્ર મામલો?

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રવિવારે એક 19 વર્ષની યુવતી તેના કામ પરથી નીકળી હતી. આ દરમિયાન બે શખ્સોએ તેણીને પકડીને નજીકના વિસ્તારમાં આવેલા અનાજના ગોડાઉનમાં લઈ ગયા અને બંનેએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે તેણે આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પહેલા તો સંબંધિત મહિલાએ ડરના માર્યા આ વાત કોઈને કહી ન હતી. પરંતુ જ્યારે પરિવારજનોએ તેને સમજીને બુઝાવી અને તેના ગભરાયેલા વર્તનનું કારણ પૂછ્યું તો તેણે સમગ્ર ઘટના જણાવી.

(ભાષા ઇનપુટ)

આ પણ વાંચો: Maharashtra: થાણે પોલીસે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધી, સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

આ પણ વાંચો: Raj Kundra Pornography Case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વર્સોવા અને બોરીવલીથી એક કાસ્ટિંગ ડાયરેક્ટર સહિત 4 લોકોની કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">