15 લાખની ચોરી કરી પિતરાઈ ભાઈઓએ બેફામ ખર્ચા કરતા ભાંડો ફૂટ્યો, પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

લોકડાઉન દરમ્યાન જંબુસરના દહરી સ્થિત સોલાર એનર્જીના બંધ યુનિટમાંથી રૂપિયા 15 લાખની સોલાર પ્લેટની ચોરી કરનાર ત્રણ સ્થાનિકો પૈકી 2 લોકોની કાવી પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયથી આરોપી બે પિતરાઈ ભાઈઓના ખર્ચા વધતા પોલીસને શંકા ગઈ હતી. જેના આધારે તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. કાવી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા અ બે પિતરાઈ ભાઈઓ દીક્ષિત […]

15 લાખની ચોરી કરી પિતરાઈ ભાઈઓએ બેફામ ખર્ચા કરતા ભાંડો ફૂટ્યો, પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 9:37 PM

લોકડાઉન દરમ્યાન જંબુસરના દહરી સ્થિત સોલાર એનર્જીના બંધ યુનિટમાંથી રૂપિયા 15 લાખની સોલાર પ્લેટની ચોરી કરનાર ત્રણ સ્થાનિકો પૈકી 2 લોકોની કાવી પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયથી આરોપી બે પિતરાઈ ભાઈઓના ખર્ચા વધતા પોલીસને શંકા ગઈ હતી. જેના આધારે તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. કાવી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા અ બે પિતરાઈ ભાઈઓ દીક્ષિત પટેલ અને હેતલ પટેલ ચોરીની મોટી ઘટનાને અંજામ આપી બેફામ ખર્ચાઓ કરવા માંડતા કાવી પોલીસને બંનેએ કંઈક કાળુંધોળું કર્યું હોવાની શંકા થઈ હતી. બાતમીદારો દ્વારા તપાસ કરતા દિક્ષિત પટેલના ખેતરની ઓરડીમાં સોલાર પ્લેટોનો મોટો જથ્થો હોવાનું પણ જાણવા મળ્યું હતું. કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દહેરીમાં સોલાર એનર્જી પ્લાન્ટમાંથી પણ મોટાપાયે સોલાર પ્લેટોની ચોરી થઈ હોવાનું પોલીસના ધ્યાન ઉપર હતું.

 15 lakh ni chori kari pitrai bhaio befam kharcha karta bhando fotyo police e mudamaal sathe dharpakad kari

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

15 lakh ni chori kari pitrai bhaio befam kharcha karta bhando fotyo police e mudamaal sathe dharpakad kari

જેથી બંને મામલાઓની કડીઓ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી હોવાનો ઈશારો મળતા દીક્ષિતની અટકાયત કરી પૂછપરછ શરુ કરાઈ હતી. દીક્ષિતે પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી લોકડાઉન દરમ્યાન બંધ રહેલ સોલાર પાવ પ્રોજેક્ટમાંથી દીક્ષિતે તેના ભાઈ હેતલ અને સલીમ જાદવની મદદથી ૨૪૧ સોલાર પ્લેટોની ચોરી કરેલી હોવાનું કબૂલાત કરી હતી. દીક્ષિતની માહિતીના અર્ધ પોલીસે હેતલની પણ ધરપકડ કરી લીધી હતી જયારે સલીમ નાસી છૂટ્યો છે. દીક્ષિતના ખેતરમાં તપાસ કરતા ૧૧૭ પ્લેટો પણ મળી આવી હતી. પોલીસે બંને પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી ફરાર ત્રીજા આરોપીની શોધખોળ શરુ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">