Surat : અધૂરા માસે જન્મેલી બે જોડિયા બાળકીઓએ કોરોનાને આપી માત, 28 દિવસની મેરેથોન સારવાર બાદ રજા અપાઈ

બાળકીઓની ટ્રીટમેન્ટ દરમ્યાન તેઓને કોરોના હોવાનું પણ નિદાન થયું હતું. જેથી તેઓને આ જ હોસ્પિટલમાં C-PAP મશીન દ્વારા તેમજ અન્ય જરૂરી સઘન સારવાર આપવામાં આવી હતી.

Surat : અધૂરા માસે જન્મેલી બે જોડિયા બાળકીઓએ કોરોનાને આપી માત, 28 દિવસની મેરેથોન સારવાર બાદ રજા અપાઈ
Surat: Two twin girls born prematurely recovered from corona
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:04 PM

સુરતમાં (Surat ) બે જોડીયા બાળકીઓ (Twin girl) કે જે અધૂરા માસે જન્મી હતી. તેઓએ કોરોનાગ્રસ્ત (Corona) થયા બાદ 28 દિવસની મેરેથોન સારવાર લઇ કોરોનાને માત આપી છે. જેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવી છે.

જોડીયા બાળકીઓએ કોરોનાને આપી માત

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં તારીખ 11 જાન્યુઆરીના રોજ બે જોડિયા બાળકીઓને અન્ય હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોકટરના જણાવ્યા પ્રમાણે બંને બાળકીઓને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી. ત્યારે તેમનું વજન નોર્મલ બાળકો કરતાં 1200 અને 1400 ગ્રામ જેટલું ઓછું હતું. તેમજ આ બાળકીઓ અધૂરા માસે જન્મી હતી. જેથી તેઓના ફેફસા પણ અવિકસિત અને નબળા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સરકારી યોજનાનો લાભ લઇ બાળકીઓને સારવાર અપાઇ, માતાપિતાએ સરકારનો માન્યો આભાર

બાળકીઓની ટ્રીટમેન્ટ દરમ્યાન તેઓને કોરોના હોવાનું પણ નિદાન થયું હતું. જેથી તેઓને આ જ હોસ્પિટલમાં C-PAP મશીન દ્વારા તેમજ અન્ય જરૂરી સઘન સારવાર આપવામાં આવી હતી.નોંધનીય છે કે બાળકીઓ જ્યારે ખાનગી હોસ્પિટલમાં હતી. ત્યારે ફક્ત ત્રણ જ દિવસોમાં 3 લાખ સુધીનો ખર્ચો થઈ ગયો હતો. ત્યારે તેમના માતાપિતાએ આ યોજના થકી જે સારવાર માટે મદદ મળી છે તે માટે સરકારનો અને હોસ્પિટલનો આભાર માન્યો છે.

28 દિવસની મેરેથોન સારવાર બાદ બંને દીકરીઓએ કોરોનાને પણ હરાવ્યો છે. અને લાંબી સારવાર બાદ ઘરે પરત ફરી છે ત્યારે પરિવારજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચો : Zydus Cadilaએ શરુ કરી નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય, ZyCoV-D વિશે જાણો કેટલીક ખાસ વાતો

આ પણ વાંચો : Chhattisgarh: રાહુલ ગાંધીએ શરૂ કરી ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના’, ખેત મજૂરોને મળશે દર વર્ષે 6 હજાર રૂપિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">