SURAT : આજે બપોર સુધીમાં જ શહેરમાં કોરોનાના 390 કેસ નોંધાયા, ઉકા તરસાડિયા યુનિ.માં કોરોનાનો રાફડો ફાટ્યો
બારડોલી ખાતે આવેલ ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા 82 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવતાં 14ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા એક તરફ વાઈબ્રન્ટ સમિટ અને પતંગ મહોત્સવ સહિતના કાર્યક્રમો મોકુફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે બપોર સુધી સુરત શહેરમાં જ 390 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજ્યમાં ઓમિક્રોન વેરિયેન્ટના આગમન સાથે જ કોરોના મહામારીના ત્રીજા તબક્કાની લહેરનો પ્રારંભ થઈ ચુક્યો હોય તેમ રોજે રોજ રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. ગઈકાલે સુરત શહેરમાં 630 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા બાદ આજે પણ બપોર સુધીમાં 390 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
સતત વધી રહેલા કેસો વચ્ચે હવે કોરોના મહામારીના સંક્રમણ પર કાબુ મેળવવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી રહેલા હરસંભવ પ્રયાસો પણ હાલ વામણાં પુરવાર થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કોરોના સંક્રમણનો બોમ્બ ફુટવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉકા તરસાડિયા યુનિ.માં કોરોનાનો રાફડો ફાટ્યો, 488 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરતાં 57ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ એક ખાનગી યુનિર્વિસિટીમાં અભ્યાસ કરી રહેલા 57 વિદ્યાર્થીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં ચકચાર મચી જવા પામી છે. ગત રોજ આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા 14 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતાં તમામે તમામ 488 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
બારડોલી ખાતે આવેલ ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા 82 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવતાં 14ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેને પગલે ચોંકી ઉઠેલા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે મોડી સાંજથી જ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતાં અને હોસ્ટેલમાં રહેતા તમામે તમામ 488 વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક સાથે 57 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર સહિત કોલેજના સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા.
એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવતાં યુનિવર્સિટી દ્વારા હાલ શૈક્ષિણક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પોઝીટીવ આવેલા વિદ્યાર્થીઓના હોમ આઈસોલેશન માટેની તમામ સુવિધાઓ કોલેજની હોસ્ટેલમાં જ ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ
આ પણ વાંચો : JAMNAGAR : ચાર દિવસીય ટેક ફેસ્ટનો પ્રારંભ, બ્રાસ ઉદ્યોગના વિકાસનો ઉમદા હેતુ