વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ
વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) મોકૂફ રાખવા તથા ફ્લાવર શો (Flower show) અને પતંગ મહોત્સવ (Kite Festival) રદ કરવાની જાહેરાતની સાથે જ વધુ એક કાર્યક્રમ મોકૂફ રાખવાની ગૃહમંત્રી (Home Minister)એ જાહેરાત કરી હતી
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાના પગલે રાજ્ય સરકારને હવે ભીડ થાય તેવા સરકારી કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. આ અનુસંધાનમાં આજે વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) મોકૂફ રાખવા અને ફ્લાવર શો (Flower show) તથા પતંગ મહોત્સવ (Kite Festival) રદ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi)ના જન્મ દિવસે આયોજિત નમો જોબ ફેર પણ મોકૂફ રાખી દેવો પડ્યો છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીના જન્મ દિવસે સુરતમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાના વધતા કેસના પગલે રદ કરવું પડ્યું છે. આ કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત ખુદ ગૃહમંત્રી (Home Minister) હર્ષ સંઘવીએ કરી છે.
છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જનતાના હિતને સર્વોપરી રાખી, મારા જન્મદિવસ નિમિત્તે આયોજિત થવા જઈ રહેલ નમો જોબ ફેર-2022 ના તમામ કાર્યક્રમો મોકૂફ રાખેલ છે, આવનારા દિવસોમાં પરિસ્થિતિને આધીન આ કાર્યક્રમોની તારીખ જાહેર થશે. pic.twitter.com/xIsply4LQO
— Harsh Sanghavi (@sanghaviharsh) January 6, 2022
હર્ષ સંઘવીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જનતાના હિતને સર્વોપરી રાખી, મારા જન્મદિવસ નિમિત્તે આયોજિત થવા જઈ રહેલ નમો જોબ ફેર-2022 ના તમામ કાર્યક્રમો મોકૂફ રાખેલ છે, આવનારા દિવસોમાં પરિસ્થિતિને આધીન આ કાર્યક્રમોની તારીખ જાહેર થશે.
રાજ્યમં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી લહેરમાં જે ઝડપથી કોરોનાના કેસ વધ્યા હતા તેના કરતાં અનેક ગણી ઝડપથી કેસો વધી રહ્યા છે જેના પગલે હવે સરકારને પણ પોતાના જાહેર કાર્યકર્મો દર કરવાની ફરજ પડી રહી છે. સરકારે વાઈબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધા બાદ અન્ય ત્રણ કાર્યક્રમો પણ અટકાવી દેવા પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં યોજાનારા ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ કરાયા બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના જન્મ દિવસે યોજાનારા નમો જોબ ફેર-2022 ના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવાની જાણ ટ્વિટ કરીને કરી છે.
કોરોનાના કેસ વધતા કોંગ્રેસે ફ્લાવર શો રદ કરવાની માગ કરી હતી અને આ મામલે ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. કોરોના વધતા ફલાવર શો રદ કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે. જોકે આ અરજી બાબતે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ઘરાય તે પહેલાં જ સરકારે આ શો રદ કરી દીધો છે.
દરમિયાન રાજ્યમાં કોરોનાની સ્થિતિ બાબતે મુખ્યસચિવની બેઠક બોલાવાઈ છે. કોરોનાના વધતા સંક્રમણ મામલે સરકારે અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી રાણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર અને મ્યુનિ કમિશનરો સહિતના અધિકારીઓ હાજર હતા. રાજ્યમાં કોવિડ નિયંત્રણો અંગે પણ મુખ્ય સચિવે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ કોરોનાની રફ્તાર યથાવત : મુંબઈમાં 71 પોલીસકર્મી અને શિવસેના સાંસદ થયા કોરોના સંક્રમિત
આ પણ વાંચોઃ Viral: દેડકાની અંદર થવા લાગ્યો બલ્બ, હકીકત જાણી તમને પણ થશે આશ્ચર્ય