JAMNAGAR : ચાર દિવસીય ટેક ફેસ્ટનો પ્રારંભ, બ્રાસ ઉદ્યોગના વિકાસનો ઉમદા હેતુ
ટેક ફેસ્ટમાં પાંચ લાખ સ્કેવર ફીટ એરીયામાં 10 જેટલા ડોમમાં 270 જેટલા સ્ટોલમાં દેશભરમાંથી ટેકનોલોજીની મશીનરીને લગતી કંપનીઓ ભાગ લીધો છે. 270 સ્ટોલમાં અંદાજે 25 ટકા સ્થાનિક ઉઘોગકારો અને અન્ય દેશના ઉઘોગકારોએ ભાગ લીધો છે.
બ્રાસસીટી જામનગરમાં ચાર દિવસીય ટેક ફેસ્ટનો પ્રારંભ, આધુનિક ટેકનોલોજી મશીનરીના 270 સ્ટોલ, 2022ની કામગીરી સાથે 2024ના આયોજનની તૈયારી શરૂ
બ્રાસને ટેકનોલોજીથી અપગ્રેડ કરવા તેમજ ઈમ્પોર્ટ ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવાના હેતુથી દર બે વર્ષે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એશોશિએશન દ્વારા આ પ્રકારના ટેક-ફેસ્ટનુ (Tech-fest)આયોજન કરવામાં આવે છે. બ્રાસ માટે મુખ્યમથક જામનગર ગણાય છે. જામનગરને (Jamnagar) બ્રાસસીટી તરીકે ઓળખવામાં આવે છે. બ્રાસ ઉઘોગને (Brass industry)આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વધુ વિકાસની સાથે ઈમ્પોર્ટમાં આગળ વધે તેવા હેતુથી ટેક-ફેસ્ટનું(Tech-fest) આયોજન કરવામાં આવે છે. જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા દર બે વર્ષે આ પ્રકારના ભવ્ય ટેક ફેસ્ટનુ આયોજન થાય છે. આઠ વર્ષથી થતા આ ચોથા ટેક-ફેસ્ટનો બુધવારથી પ્રાંરભ થયો છે. જે તારીખ 5થી 8 જાન્યુઆરી ચાલશે. આ ટેક ફેસ્ટમાં અંદાજે 2 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે.
ટેક ફેસ્ટમાં પાંચ લાખ સ્કેવર ફીટ એરીયામાં 10 જેટલા ડોમમાં 270 જેટલા સ્ટોલમાં દેશભરમાંથી ટેકનોલોજીની (Technology )મશીનરીને લગતી કંપનીઓ ભાગ લીધો છે. 270 સ્ટોલમાં અંદાજે 25 ટકા સ્થાનિક ઉઘોગકારો (Industrialists )અને અન્ય દેશના ઉઘોગકારોએ ભાગ લીધો છે. ગુજરાતના વિવિધ શહેરમાંથી તેમજ આંધ્ર, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હરીયાણા, તમિલનાડુ, મદ્રાસ સહીત દેશભરમાંથી ઉઘોગકારો આ ટેક-ફેસ્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે.
સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સેમિનારનું આયોજન
જામનગર તથા આસપાસના વિસ્તારમાં અંદાજે 9 હજારથી વધુ નાના-મોટા બ્રાસના ઉધોગો આવેલા છે. જયાં અંદાજે પ્રત્યક્ષ અને પરોક્ષ 5 લાખ લોકોને આ ઉધોગ દ્વારા રોજગારી મળે છે. આ ટેક-ફેસ્ટમાં બ્રાસના ઉઘોગમાં જરૂરી કાસ્ટીંગથી ફીનીસીગ સુધીની પ્રક્રિયા માટેની મશીનરી મળી રહે છે. ઉઘોગકારોને બ્રાસ ઉધોગ માટેની જરૂરી મશીનરી માટે દેશભરમાં વિવિધ શહેરમાં જવાની જરૂર ના રહે, તેમજ મશીન લેવા માટે બેન્કની મદદ મળી રહે તે માટે ટેક-ફેસ્ટમાં જ બેન્કના સ્ટોલ મુકવામાં આવ્યા છે.
બ્રાસની સાથે અન્ય કલસ્ટર ઉધોગનો પણ વિકાસ થાય તે માટે આ પ્રકારના આયોજન મહત્વના સાબિત થાય છે. ઉઘોગ માટેની જગ્યા સિવાયની તમામ માહિતી, માર્ગદર્શન, મશીનરી એક સ્થળ પર મળી રહે છે. જયાં સરકારી યોજનાઓ, મંજુરી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બેન્કની સહયતા સહીતની માહિતી આપવામાં આવે છે. જેના માટે સેમીનાર પણ યોજાય છે. નવા સાહસિક ઉઘોગકારો માટે આ ટેકફેસ્ટ ખુબ જ મહત્વનો સાબિત થાય છે.
35 યુવા ઉઘોગકારોની ટીમ દ્વારા 2022ની સફળ કામગીરીની સાથે 2024ની આયોજનનો તૈયારી શરૂ કરવામાં આવે છે. બ્રાસ ટેક ફેસ્ટ 2022ના પ્રોજેકટ ચેરમેન અશોક દોમડીયાએ જણાવ્યુ કે બ્રાસ ઉધોગને આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનોલોજીનો લાભ મળી શકે તે માટે 2024 માં વિદેશની કંપનીઓને આંમત્રિત કરાશે. જે માટેનુ આયોજન તેમજ તૈયારીઓ અત્યારથી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ
આ પણ વાંચો : PATAN : ઉશ્કેરણીજનક ભાષણ બદલ બસપાના કોર્પોરેટર અનિલ સોલંકીની ધરપકડ