Corona: ઝડપથી ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, દેશમાં નવા કેસ 70 હજારથી ઓછા, એક્ટિવ કેસ ઘટીને 10 લાખની નીચે નોંધાયા

કોરોના મહામારીની શરૂઆતથી લઈ અત્યાર સુધી કુલ 4,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 05,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4,08,40,000 લોકો સાજા પણ થયા છે.

Corona: ઝડપથી ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, દેશમાં નવા કેસ 70 હજારથી ઓછા, એક્ટિવ કેસ ઘટીને 10 લાખની નીચે નોંધાયા
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:37 AM

દેશમાં કોરોના (Corona Virus)નો કહેર હવે પહેલા કરતા ઓછો થઈ ગયો છે. લગભગ એક મહિના બાદ સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,597 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને 1,188 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા. જ્યારે તેના એક દિવસ પહેલા કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા હતા અને 896 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 1,80,456 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

કોરોના મહામારીની શરૂઆતથી લઈ અત્યાર સુધી કુલ 4,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 05,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4,08,40,000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 09,94,891 લોકો પણ કોરોના વાઈરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

જાણો શું છે આજનો રિકવરી અને ડેથરેટ

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે, જ્યારે રિક્વરી રેટ 96.19 ટકા છે. એક્ટિવ કેસ 2.62 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત હવે 11માં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે. ICMR મુજબ ભારતમાં ગઈકાલે કોરોના વાઈરસ માટે 13,46,534 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં 55 લાખથી વધારે કોરોના રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 170 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો

ગુજરાતમાં (Gujarat) સોમવારે કોરોનાના (Corona) કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,909 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કારણે મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાને કારણે કુલ 21 દર્દીઓના મોત (Death) થયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક મહિના બાદ બીજીવાર રાજ્યમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે.

જ્યારે 21 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 928 નવા કેસ અને 6 લોકોના મોત થયા તો વડોદરામાં 461 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીના મોત નિપજ્યા. સુરતમાં પણ કોરોનાથી કુલ ત્રણ લોકોના મોત થયા અને 90 નવા કેસ સામે આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં 185 નવા દર્દી મળ્યા. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 30 નવા કેસ સામે આવ્યા અને 1 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.

આ પણ વાંચો: Praveen Kumar Sobti Passed Away : મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન

g clip-path="url(#clip0_868_265)">