નેપાળ ભારત પાસેથી ખરીદશે 20 લાખ કોરોના વેક્સિન, પાકિસ્તાન હજુ ભીખના ભરોસે

ભારતે અગાઉ વેક્સિન મૈત્રી પ્રોગ્રામ થકી નેપાળને 10 લાખ રસી ભેટ આપી હતી. આ બાદ હવે નેપાળ ભારત પાસેથી બીજા 20 લાખ વેક્સિનના ડોઝ ખરીદવા જઈ રહ્યું છે.

નેપાળ ભારત પાસેથી ખરીદશે 20 લાખ કોરોના વેક્સિન, પાકિસ્તાન હજુ ભીખના ભરોસે
ભારત-નેપાળ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 17, 2021 | 10:27 AM

ભારત પાસેથી ભેટમાં 10 લાખ વેક્સિન (vaccine) મળ્યા બાદ નેપાળે વધુ 20 લાખ વધુ ડોઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે મંગળવારે આ સોદા માટેના એડવાન્સ ચુકવણીને મંજૂરી આપી છે. બીજી બાજુ પાડોશી દેશ પાકિસ્તાનનો હાલ એવો છે કે તે હજુ ભીખના ભરોશે બેઠો છે. તેના મિત્ર ચીન સુધી પહોંચવા છતાં તેને ફક્ત 5 લાખ રસી મળી છે.

નેપાળની અગ્રણી ન્યુઝ વેબસાઇટના એક સમાચાર અહેવાલ મુજબ આરોગ્ય પ્રધાન હૃદયેશ ત્રિપાઠીએ કહ્યું હતું કે, “આજે કેબિનેટે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 20 લાખ વધુ ડોઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. તેના માટે 80% રકમ તરત જ ચુકવવામાં આવશે.” તેમણે કહ્યું કે નેપાળને એક જ ડોઝ માટે 4 ડોલર ચૂકવવા પડ્યા છે. એટલે કે પાકિસ્તાની ચલણ પ્રમાણે 464 રૂપિયા. 20 લાખ ડોઝનો ખર્ચ 93.6 કરોડ થશે અને નેપાળ 74.8 કરોડ ડાઉન પેમેન્ટ કરશે.

ભારતની મદદથી નેપાળમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ચુકી છે. સૌથી પહેલા ફ્રન્ટ લાઈનના કામદારોને રસી આપવામાં આવી રહી છે. નેપાળની કુલ વસ્તી આશરે 3 કરોડ છે. જો 14 વર્ષથી નીચેના બાળકોને અલગ કરવામાં આવે છે, તો 72% વસ્તીએ રસી લેવી પડશે. નેપાળમાં 20 ટકા વસ્તી માટે કોવાક્સ પહેલ હેઠળ નિશુલ્ક રસી મળશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બીજી બાજુ 22 કરોડથી વધુની વસ્તી ધરાવતા પાકિસ્તાને અત્યાર સુધી ચીન તરફથી માત્ર 5 લાખ કોરોના રસી મળી છે. પાક હજી સુધી ભારત પાસે કોરોના રસી માંગવા માટે હિંમત એકથી નથી કરી શક્યું. ઇમરાન સરકારે ભારતમાં બનાવાયેલી કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે, જેથી તે કોવાક્સ પ્રોગ્રામ હેઠળ રસી મેળવી શકે. અત્યાર સુધી ઇમરાન ખાન સરકાર તેના લોકો માટે કોરોનાનો એક ડોઝ પણ ખરીદી શકી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">