કોરોના-ઓમિક્રોન સંકટ વચ્ચે આવતીકાલે મોદી કેબિનેટની મહત્વની બેઠક, મંત્રીઓ બેઠકમાં વર્ચ્યુઅલી સામેલ થશે

કોરોનાના (Corona Cases) વધતા પ્રસારને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી રહી છે. કેબિનેટની સાથે સાથે CCS અને CCEAની પણ બેઠક યોજાશે.

કોરોના-ઓમિક્રોન સંકટ વચ્ચે આવતીકાલે મોદી કેબિનેટની મહત્વની બેઠક, મંત્રીઓ બેઠકમાં વર્ચ્યુઅલી સામેલ થશે
PM Narendra Modi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 5:03 PM

કોરોના વાયરસના (Corona Virus) પુનઃ ઉદભવ અને 35 હજારથી ઉપર જતા નવા કેસ વચ્ચે આવતીકાલે બુધવારે નરેન્દ્ર મોદી (Narendra Modi) કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ કેબિનેટ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે. બેઠકમાં ભાગ લેનારા તમામ મંત્રીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવશે. કોરોનાના (Corona Cases) વધતા પ્રસારને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી રહી છે. કેબિનેટની સાથે સાથે CCS અને CCEAની પણ બેઠક યોજાશે.

વર્ચ્યુઅલ મીટિંગમાં કોરોનાની સ્થિતિ પર થઈ શકે છે ચર્ચા

કોરોના સંકટ વચ્ચે દર બુધવારે મળનારી કેબિનેટ વર્ચ્યુઅલ રીતે યોજાઈ રહી હતી, પરંતુ રોગચાળાના કેસો શમી ગયા બાદ વર્ચ્યુઅલને બદલે બેઠક શરૂ કરવામાં આવી હતી. જો કે, સરકાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, અગાઉ કેબિનેટની પ્રત્યક્ષ બેઠક વર્ષ 2020ના એપ્રિલના પ્રથમ સપ્તાહમાં યોજાઈ હતી, જ્યારે દેશમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાઈ રહ્યો હતો.

કોરોના સંકટના આગમન પછી, રૂબરૂ બેઠક બંધ કરી દેવામાં આવી હતી. જો કે જુલાઈમાં ફરી પ્રત્યક્ષ બેઠક શરૂ થઈ હતી. કોરોના તેમજ ઓમિક્રોનના (Omicron) સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે કેબિનેટની બેઠક બોલાવી છે. આ વર્ચ્યુઅલ મીટિંગમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ICMR એ ટાટાની કીટ ઓમીશ્યોરને મંજૂરી આપી

કોરોનાના વધતા સંકટ વચ્ચે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ એક વિશેષ કીટને મંજૂરી આપી છે જેનો ઉપયોગ Omicron વેરિયન્ટ્સને શોધવા માટે કરવામાં આવશે. આ ખાસ કીટ ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નામ ઓમીશ્યોર (OmiSure) છે.

હાલમાં ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ શોધવા માટે ઉપયોગમાં લેવાતી કિટ યુએસ સ્થિત વૈજ્ઞાનિક સાધન કંપની થર્મો ફિશર (Thermo Fisher) દ્વારા વિકસાવવામાં આવી છે. તે વેરિએન્ટને શોધવા માટે એસ જીન ટાર્ગેટ ફેલ્યોર (SGTF) વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કિટને 30 ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી.

કોરોનાના 37,379 નવા કેસ

મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા મુજબ દેશમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11,007 દર્દીઓ સાજા થયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 124 દર્દીઓના મોત પણ થયા છે. જ્યારે ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 1892 થઈ ગઈ છે અને આ દરમિયાન 766 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પર કોરોનાનું ગ્રહણ, ચૂંટણી પંચ રેલીઓના નિયમો કડક કરી શકે છે, મતદારોને મળશે છૂટ

આ પણ વાંચો : ચીનનુ જૂઠ્ઠાણું ખુલ્લુ પડ્યુ, ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય જવાનોએ લહેરાવ્યો ત્રિરંગો, સેનાએ જાહેર કરી તસવીર

g clip-path="url(#clip0_868_265)">