ચીનનુ જૂઠ્ઠાણું ખુલ્લુ પડ્યુ, ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય જવાનોએ લહેરાવ્યો ત્રિરંગો, સેનાએ જાહેર કરી તસવીર

Indian army in Galwan valley : સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ચીનના આ કૃત્ય પાછળ તેનો રોષ છે. ગલવાન ખીણમાં મારપીટ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત તરફથી જવાબી તૈયારીઓથી તે સ્તબ્ધ થઈ ગયુ છે.

ચીનનુ જૂઠ્ઠાણું ખુલ્લુ પડ્યુ, ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય જવાનોએ લહેરાવ્યો ત્રિરંગો, સેનાએ જાહેર કરી તસવીર
Indian Army in Galwan Valley
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 3:44 PM

ગાલવાન ખીણ (Galvan Valley) મુદ્દે ચીનનું (China) જુઠ્ઠાણું ફરી એકવાર ઝડપાયું છે. ગાલવાન ખીણમાં (Galvan Valley) ચીનના સૈનિકો (Chinese soldiers) દ્વારા ધ્વજ ફરકાવતો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. ચીને આ વીડિયો દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ગલવાન ખીણમાં PLAની હાજરી છે, પરંતુ આ ઘટનાની વાસ્તવિકતા સામે લાવ્યુ છે ભારતીય સૈન્ય (Indian Army). ભારતીય સેનાએ ચીનના નાપાક ઈરાદાની ખોટી તસવીરનો પર્દાફાશ કર્યો છે. ચીનના દુષ્પ્રચારનો પર્દાફાશ કર્યો છે. ભારતીય સંરક્ષણના સૂત્રો દ્વારા ગાલવાન ઘાટીમાં હાજર સૈનિકોની બે તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો નવા વર્ષ 2022ની છે. ગાલવાન ખીણમાં (Galvan Valley) પોસ્ટ કરવામાં આવેલી ભારતીય સૈનિકોની (Indian Army) આ તસવીરોએ, ભારતના એવા રાજ નેતાઓને જવાબ છે જેઓ તથ્યોની માહિતી એકત્ર કર્યા વિના ચીનની ચાલમાં આવી જાય છે.

ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો તૈનાત ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો સંપૂર્ણ તૈયારી સાથે તૈનાત છે. ચીનના ધ્વજની તસવીર સામે આવ્યા બાદ વિપક્ષ સરકાર પર આક્રમક બન્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે મૌન તોડવાનું કહ્યું હતું. પોતાના એક ટ્વીટમાં રાહુલે કહ્યું, ‘ગાલવાન પર આપણો ત્રિરંગો સારો લાગે છે, ચીનને જવાબ આપવો પડશે, મોદીજી, મૌન તોડો.’ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ ચીનનો દુષ્પ્રચાર છે, તેની વાતમાં આવવુ જોઈએ નહીં.

ભારતની જવાબી તૈયારીઓથી ચીન ગુસ્સે સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ચીન દ્વારા કરાયેલા કૃત્ય પાછળ ચીનનો ગુસ્સો છે. ગલવાન ખીણમાં મારપીટ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત તરફથી જવાબી તૈયારીઓથી તે સ્તબ્ધ બની ચૂક્યુ છે. તે પોતાના સૈનિકોનું મનોબળ ઉંચુ રાખવા માટે આવી યુક્તિઓ અપનાવી રહ્યો છે. સીધી લડાઈ લડવી હવે તેના માટેની વાત નથી રહી. તે સાયબર, મનોવૈજ્ઞાનિક યુદ્ધ, દુષ્પ્રચાર દ્વારા તેના જુઠ્ઠાણાઓ ફેલાવતુ રહે છે.

ચીને ગાલવાનમાં તેના સૈનિકો દ્વારા ધ્વજ ફરકાવવાની જે તસવીર જાહેર કરી છે તે ગાલવાનથી લગભગ બે કિલોમીટર દૂર ચીનની સરહદમાં છે. સરહદ પર ભારતની જવાબી તૈયારીઓ જોઈને તે ભ્રમ ફેલાવવા માટે આવી હરકતો કરતુ રહે છે. જેથી ચીનના PLA સૈન્યનુ મનોબળ ટકી રહે. જો કે ભારતીય સૈન્ય ચીનના આવા ગતકડાઓથી સારી રીતે વાકેફ છે, તેથી તે આવી હરકતોમાં આવતુ નથી.

આ પણ વાંચોઃ

નેપાળની જમીન પર ચીને કરી ઘૂસણખોરી અને અતિક્રમણ, સરકારે ધારણ કર્યું મૌન, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ

ચીને ફરી ગાલવાન ખીણ પર કર્યો દાવો કર્યો, ચીની સૈનિકોએ ફરકાવ્યો ધ્વજ, રાહુલ ગાંધીએ કહ્યું- ‘મોદીજી, મૌન તોડો’

g clip-path="url(#clip0_868_265)">