Coronavirus case: આજથી હોસ્પિટલોમાં મોક ડ્રીલ, ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજીયાત, શુ પહેલા જેવી સર્જાઈ રહી છે સ્થિતિ ? આવશે નવી માર્ગદર્શિકા ?

|

Apr 10, 2023 | 9:01 AM

કોરોનાવાયરસ કેસ: સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 1 એપ્રિલે કોરોનાના 2994 કેસ નોંધાયા હતા, જે વધીને 8 એપ્રિલે 6155 થઈ ગયા હતા.

Coronavirus case: આજથી હોસ્પિટલોમાં મોક ડ્રીલ, ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજીયાત, શુ પહેલા જેવી સર્જાઈ રહી છે સ્થિતિ ? આવશે નવી માર્ગદર્શિકા ?
Mock drill in hospitals today

Follow us on

Corona Updates: દેશમાં કોરોનાના કેસોમાં ફરી તેજી જોવા મળી રહી છે. દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય તંત્રની સજ્જતાની સમીક્ષા કરવા માટે આજથી બે દિવસ દેશભરની હોસ્પિટલોમાં કવાયત હાથ ધરવામાં આવશે. કોરોનાને લઈને યોજાનાર મોક ડ્રીલમાં સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોનો સમાવેશ થશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પોતે, ઝજ્જર, હરિયાણા સ્થિત એઈમ્સ ખાતે મોક ડ્રીલની સમીક્ષા કરવા હાજર રહેશે.

7મી એપ્રિલે આરોગ્ય મંત્રાલયની સમીક્ષા બેઠકમાં અનેક રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ મોકડ્રીલ હાથ ધરવા વિનંતી કરી હતી. મોકડ્રીલમાં ICU બેડ, ઓક્સિજન સપ્લાય અને અન્ય તમામ જરૂરી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણા, કેરળ અને પુડુચેરીમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

WHO નવા વેરિઅન્ટ પર પણ નજર રાખે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ કોરોનાના વધતા જતા કેસ પર નજર રાખી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોનાના નવા વેરિઅન્ટ XBB.1.5 પર બારીકાઈથી નજર રાખી રહ્યુ છે. ડબ્લ્યુએચઓએ આ વેરિઅન્ટને એવા વેરિઅન્ટમાં સામેલ કર્યું છે કે જેમાં BQ.1, BA.2.75, CH.1.1, XBB, XBF અને XBB.1.16 વેરિઅન્ટનો સમાવેશ થાય છે. આ વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ હોવાનું કહેવાય છે. XBB.1.16 કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, ફેબ્રુઆરીમાં તેનો દર 21.6 ટકા હતો, જે માર્ચમાં વધીને 35.8 થયો હતો. જો કે, આ વેરિઅન્ટના કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના કેસ નોંધાયા નથી.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

આ પણ વાંચોઃ Corona virus Updates : કોરોનાના વધતા કેસ વચ્ચે આ રાજ્યે લીધો મોટો નિર્ણય, કરી કડક નિયંત્રણોની જાહેરાત, જાણો

24 કલાકમાં 5 હજારથી વધુ કેસ સામે આવ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે દેશમાં કોરોનાના કુલ 5,357 નવા કેસ નોંધાયા છે. જ્યારે અગાઉ શનિવારે 6,155 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 1 એપ્રિલે કોરોનાના 2,994 કેસ, 2 એપ્રિલે 3,824 કેસ, 3 એપ્રિલે 3,641 કેસ, 4 એપ્રિલે 3,038 કેસ, 5 એપ્રિલે 4,435 કેસ, 6 એપ્રિલે 5,335 કેસ, 7 એપ્રિલે 6,050 અને 6,155 કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 32,814 પર પહોંચી ગઈ છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Next Article