AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ

ઓનલાઈન પ્લેટફોર્મ લોકલ સર્કલ્સે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે મુસાફરી રદ થાય તો,બુકિંગ રિફંડ પોલિસી દ્વારા  મુસાફરને થતુ નુકસાન ટાળી શકાય છે.

Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ
government should prepare a booking refund policy for the epidemic
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:25 PM
Share

Corona Crisis In India: કોવિડ -19 ને કારણે રદ થયેલ મુસાફરીને કારણે રિફંડ (Refund) મેળવવામાં થતી સમસ્યાઓનું મૂલ્યાંકન કરવા માટે એક સર્વ હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં 90 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે સરકાર કોરોનાને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ બુકિંગ રિફંડ નીતિ (Refund Policy) બનાવવામાં આવે.

ઓનલાઈન પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ 359 જિલ્લાઓમાં 37,000થી વધુ લોકો તરફથી મળેલા પ્રતિભાવો મુજબ, કેટલાક ટ્રાવેલ એજન્ટો, એરલાઈન્સ(Airlines)  તેમજ હોટલોએ બુકિંગ રદ્દ કરનાર લોકોને રિફંડ આપ્યું છે.

ઓનલાઈન પ્લેટફોર્મ (Online platform) લોકલ સર્કલ્સ મુજબ,કોરોનાની બીજી લહેરમાં મુસાફરીનું બુકિંગ રદ કરનારાઓમાંથી માત્ર 12-13 ટકા લોકોએ સમયસર રિફંડ મેળવ્યું છે. ઉપરાંત આ સર્વ મુજબ,લગભગ 95 ટકા નાગરિકો માને છે કે એરલાઇન્સ, રેલવે અથવા હોટલની વર્તમાન નીતિઓ (Current refund Policy) ગ્રાહકોના હિતમાં નથી અને 90 ટકા લોકો ઇચ્છે છે કે સરકાર કોરોના વાયરસને ધ્યાનમા રાખીને ટ્રાવેલ બુકિંગ માટે રિફંડ નીતિ બનાવે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ રિફંડ પોલિસી લાવવામાં આવશે

સર્વના તારણ મુજબ, સંબંધિત મંત્રાલયો જેવા કે નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને રેલવે અથવા ગૃહ મંત્રાલય દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ નવી રિફંડ પોલિસી (Refund Policy)લાવી શકાય છે. સર્વેના પરિણામોના આધારે નવી રિફંડ પોલિસિ મુજબ,એક સપ્તાહમાં રિફંડ આપવાનુ રહેશે અને પ્રોસેસિંગ ફી તરીકે કાપવામાં આવતી રકમના 20%, અથવા એક મહિનાની અંદર રિફંડ અને માત્ર 10% રકમ કાપવાની રહેશે.ઉપરાંત રિફંડની સંપૂર્ણ રકમ માટે વાઉચર જાહેર કરો,જેનાથી આગામી બે વર્ષમાં ભાવિ મુસાફરી માટે ઉપયોગ થઈ શકે.

આ પણ વાંચો: Maharashtra Unlock: રાજ્યમાં હોટલ, મોલ, મંદિરો ખોલવા અંગે, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક બાદ લેવાશે નિર્ણય

આ પણ વાંચો: Gujarat માં કોરોનાના કેસમાં નજીવો વધારો, છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા

g clip-path="url(#clip0_868_265)">