Ahmedabad : કોરોનાના કેસો વધતા ધનવંતરી કોવિડ હોસ્પિટલ ફરી શરૂ થશે, ICU અને વેન્ટિલેટર બેડ તૈયાર કરાયા, સરકાર પાસે સ્ટાફની માંગણી કરાઇ
શહેરના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને પૂર્વ ઝોનમાં વેકસીનનો (Vaccination) બીજો ડોઝ લેવામાં લોકોની ભારે નિષ્ક્રિયતા સામે આવી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બીજો ડોઝ લેવાનો બાકી છે. બીજો ડોઝ લેવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં લોકોએ વેકસીનનો બીજો ડોઝ નથી લીધો.
બીજી લહેર બાદ બંધ કરાયેલી ધનવંતરી હોસ્પિટલમાં સાફ સફાઈ અને તૈયારીઓ શરૂ કરાઇ
અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (Corona) બેફામ બન્યો છે. સતત કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. કેસો વધતા હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ (Dhanvantari covid Hospital)ફરી શરૂ કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ICU અને વેન્ટિલેટર સાથેના બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બેડ પણ ફરીથી તૈયાર કરી દેવાયા છે. હોસ્પિટલની સાફ સફાઈ અને બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક સ્ટાફને પણ મુકવામાં આવ્યો છે. હોસ્પિટલ શરૂ કરવા સરકાર પાસે સ્ટાફની માંગણી કરાઈ છે. સરકારના આદેશ બાદ હોસ્પિટલ શરૂ થશે. ધન્વંતરિ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા સ્ટેન્ડ બાય કરાઈ છે.
કોરોનાની બીજી લહેર વખતે DRDO અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન સેન્ટરમાં ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ હતી. બીજી લહેર વખતે આ હોસ્પિટલ શરૂ કર્યાના પ્રથમ દિવસથી જ દાખલ થવા માટે ટોકન લેવા દર્દીઓના સગાઓની લાઈનો લાગી હતી. ત્યારે હવે ત્રીજી લહેરની શરૂઆત થતા ફરીથી ધનવંતરી હોસ્પિટલને શરૂ કરવા કવાયત શરૂ કરાઇ છે. સોલા સિવિલ હોસ્પિટલના કેટલાક સ્ટાફની ડ્યુટી અહીં ફાળવી દેવાઈ છે. આ ઉપરાંત ડોક્ટરો ફાળવવા માટે પણ સરકારને રજુઆત કરવામાં આવી છે. રીસેપ્શન ટેબલથી લઇ તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 1005 બેડની કેપેસિટી છે. જેમાંથી 780 બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાંથી 151 ICU બેડ, એક્ઝિબિશન હોલમાં 458 બેડ, કન્વેનશન હોલમાં 145 બેડ અને જર્મન હેંગરના 223 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના લઘુમતી વિસ્તારોમાં વેકસીનનો બીજો ડોઝ લેવામાં નિષ્ક્રિયતા, AMC અધિકારીઓએ 15 મસ્જિદોના ઇમામ- આગેવાનો સાથે મિટિંગ કરી
શહેરના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને પૂર્વ ઝોનમાં વેકસીનનો (Vaccination) બીજો ડોઝ લેવામાં લોકોની ભારે નિષ્ક્રિયતા સામે આવી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બીજો ડોઝ લેવાનો બાકી છે. બીજો ડોઝ લેવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં લોકોએ વેકસીનનો બીજો ડોઝ નથી લીધો. ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને બીજો ડોઝ લે તે માટે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર જે.એન.વાઘેલા, આસી. મ્યુનિસિપલ કમિશ્નર હિતેશ ગજ્જર, ડે. હેલ્થ ઓફિસર અને સિનિયર અધિકારીઓએ નુરાની મસ્જિદ, ઝૂલતા મિનારા મસ્જિદ, નુરૂલ હસન મસ્જિદ, ચાર મિનારા મસ્જિદ, સાબિર સૈયદ મસ્જિદ, હુસૈનની મસ્જિદ, મદીના મસ્જિદ સહિત 15 મસ્જિદના પેશિમામ સાહેબો અને સામાજિક આગેવાનો સાથે લંબાણ પૂર્વક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં ગોમતીપુરના કાઉન્સિલરો ઇકબાલ શૈખ, ઝુલફિ ખાન પણ હાજર રહ્યા હતા. મિટિંગમાં બીજો વેક્સિનનો ડોઝ જને બાકી હોય તેને લેવા મટે આગ્રહ કરી બીજો ડોઝ અપાવવા ભાર મૂકવામાં આવ્યો હતો. પૂર્વ ઝોનના રાજપુર માં 25049, ગોમતીપુરમાં 15523,અમરાઈવાડીમાં 16546, વિરાટનગરમાં 11797 અને રામોલમાં 13976 લોકો હજુ બીજો ડોઝ લેવાનો બાકી છે. આ બાબતે એએમસી પણ કાર્યવાહી કરી રહ્યું છે. મિટિંગમાં તમામ પેશીમામ સાહેબો અને અગ્રણીઓને બીજા ડોઝની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે મદદ કરવા તાકીદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઇને સરકારની કવાયત, સૂચનો માટે બનાવેલી કમિટીમાં ભલામણોનો સ્વીકાર
આ પણ વાંચો : ભાજપે 2022ની ચૂંટણી માટે તૈયારીઓ કરી શરુ, કોર કમિટી અને પાર્લામેન્ટરી બોર્ડના નામોની જાહેરાત કરી