AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC પરીક્ષા પાસ કરનાર દરેક IAS નથી બનતા, જાણો કેવી રીતે મળે છે IPS, IRS, IFSનો રેન્ક

UPSC પરીક્ષા પાસ કર્યા બાદ દરેક ઉમેદવારને રેન્કના આધારે IAS, IPS અને IFS ની નોકરી મળે છે. UPSC મેઇન્સના પરિણામ બાદ ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તેમણે મનપસંદ રેન્ક (Rank) અંગેની માહિતી આપવાની હોય છે. જેના આધારે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને બાદમાં દરેકને તેમની પ્રતિભાના આધારે રેન્ક ફાળવવામાં આવે છે.

UPSC પરીક્ષા પાસ કરનાર દરેક IAS નથી બનતા, જાણો કેવી રીતે મળે છે IPS, IRS, IFSનો રેન્ક
UPSC Civil Services
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 6:42 PM
Share

UPSC CIvil Services Exam :  તાજેતરમાં UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. આ પરિણામ બાદ હવે IAS અને IPS વગેરેનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે, UPSC સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરે તે IAS બને છે. પરંતુ,વાસ્તવિક રીતે આવું થતું નથી.

સિવિલ સર્વિસની પરીક્ષા કર્યા બાદ વિવિધ રેન્કના (Rank) આધારે ઉમેદવારને IAS, IPS, IFS જેવી પોસ્ટ્સ મળતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે IAS, IPS, IFS વચ્ચે શું તફાવત છે અને કેવી રીતે ઉમેદવારને આ પોસ્ટ મળતી હોય છે.

IAS શું છે ?

IAS ની સેવા ભારત સરકારની વહીવટી નાગરિક સેવા છે. સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ રેન્ક (Top Rank) મેળવનાર ઉમેદવારોને IAS બનાવવામાં આવે છે. આ પોસ્ટ વહીવટી સેવાઓ સાથે સંકળાયેલ છે. ઉપરાંત IAS અધિકારીઓ કેબિનેટ સચિવ, અંડર સેક્રેટરી વગેરે પણ બની શકે છે. વિવિધ રાજ્ય સરકારોની જરૂરિયાતના આધારે IAS અધિકારીઓની ભરતી કરવામાં આવે છે.

IPS શું છે ?

IPS એટલે ભારતીય પોલીસ સેવા. તેઓ રાજ્ય પોલીસ અને તમામ ભારતીય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડે છે. ગૃહ મંત્રાલયને આઈપીએસ અધિકારીઓના કેડરને (IPS Cadre) નિયંત્રિત કરવાની સત્તા આપવામાં આવી છે. IPS અધિકારી મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા, અકસ્માતો ટાળવા અને વ્યવહાર કરવા, ગુનાઓને રોકવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે જવાબદાર છે. ઉપરાંત IPS અધિકારી કેન્દ્ર સરકારમાં CBI, IB અને RAW ના ડિરેક્ટર પણ બની શકે છે.

IFS શું છે ?

IFS એટલે ભારતીય વિદેશ સેવા. આ અધિકારીઓ વિદેશી બાબતો પર કામ કરે છે અને વિદેશ મંત્રાલયમાં (Foreign Ministry) તેમની સેવાઓ આપે છે. IFS અધિકારીઓ UPSC પાસ કર્યા બાદ ત્રણ વર્ષની તાલીમ મેળવીને IFS અધિકારી બને છે. IFS અધિકારીઓ રાજદ્વારી બાબતોમાં કામ કરે છે અને દ્વિપક્ષીય બાબતોને સંભાળે છે.

IRS કોણ બની શકે ?

ઉમેદવારોને IAS, IPS અને IFS પછી IRS રેન્ક મળે છે. આ પોસ્ટમાં અધિકારી તરીકે, વ્યક્તિને પ્રત્યક્ષ કર (આવક, કોર્પોરેટ, સંપત્તિ) અને પરોક્ષ કર (કેન્દ્રીય આબકારી, સેવા કર અને કસ્ટમ ડ્યુટી) વહીવટ અને નીતિ નિર્માણનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ હેઠળ નાણા મંત્રાલય (Ministry of Finance)હેઠળ મહેસૂલ વિભાગ હેઠળ કાર્ય કરે છે.

આ રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે

UPSC મેઇન્સના પરિણામ બાદ એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારે તમારા મનપસંદ રેન્ક (Rank) અંગેની માહિતી આપવાની હોય છે.જેના આધારે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને પછી દરેકને તેમની પ્રતિભાના આધારે રેન્ક ફાળવવામાં આવે છે.

આ પણ વાંચો: 400 અબજની માલિક મેલાનીયાએ જણાવ્યુ તેની સફળતાનું રહસ્ય, કહ્યુ “નિષ્ફળતા વચ્ચે પણ સતત પ્રયત્નો કરવા જરૂરી”

આ પણ વાંચો:  BBAU Admit Card 2021 : UG અને PG પ્રવેશ પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આ સ્ટેપથી કરો ડાઉનલોડ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">