400 અબજની માલિક મેલાનીયાએ જણાવ્યુ તેની સફળતાનું રહસ્ય, કહ્યુ “નિષ્ફળતા વચ્ચે પણ સતત પ્રયત્નો કરવા જરૂરી”

કેનવાના સ્થાપક મેલાનીયા પર્કિન્સ રિહાન્નાને પાછળ રાખીને 40 વર્ષથી ઓછી ઉંમરની બિલિયોનેર બનવામાં સફળ રહી છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, મેલાનીયા પર્કિન્સ ડિઝાઇન પ્લેટફોર્મ કેનવાની સહ-સ્થાપક અને સીઇઓ (CEO)છે.

400 અબજની માલિક મેલાનીયાએ જણાવ્યુ તેની સફળતાનું રહસ્ય, કહ્યુ નિષ્ફળતા વચ્ચે પણ સતત પ્રયત્નો કરવા જરૂરી
Melanie Perkins (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 2:33 PM

Success story : નિષ્ફળતાનો મુકાબલાથી સામનો કરનાર મેલેનિયા પર્કિન્સ (Melanie Perkins) માત્ર 31 વર્ષની ઉંમરે 400 અબજની સંપત્તિની માલિક છે. શરૂઆતના તબક્કામાં તેમના વિચારોને અનેક વખત નકારવામાં આવ્યા હોવા છતાં, તેમણે ક્યારેય હાર માની ન હતી. ત્યારે આજે અમે તમને જણાીવીશુ કે કેવી રીતે આ યુવતીએ સિધ્ધિ હાંસલ કરી.

 મેલાનીયાએ માત્ર 14 વર્ષની ઉંમરમાં પ્રથમ વ્યવસાય શરૂ કર્યો હતો

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, મેલાનીયા પર્કિન્સ ડિઝાઇન પ્લેટફોર્મ કેનવાની સહ-સ્થાપક અને સીઇઓ (CEO)છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ યુવતીએ માત્ર 14 વર્ષની ઉંમરમાં તેનો પ્રથમ વ્યવસાય શરૂ કર્યો હતો. તેમજ મેલાનિયાએ 22 વર્ષની ઉંમરમાં ફ્યુઝન બુક્સની સ્થાપના કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફ્યુઝન બુક્સ ઓસ્ટ્રેલિયામાં (Australia) સૌથી મોટું પ્રકાશક છે અને ફ્રાન્સ અને ન્યૂઝીલેન્ડમાં પણ આ પ્રકાશન ખુબ જ લોકપ્રિય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેનવાના 10 મિલિયનથી વધુ રજીસ્ટર્ડ યુઝર્સ

પર્કિન્સે 2013માં લોકપ્રિય ડિઝાઈન પ્લેટફોર્મ Canva લોન્ચ કર્યુ હતુ.આ પ્લેટફોર્મ લોકોને તેમની વ્યાવસાયિક-ગુણવત્તાની ડિઝાઇન બનાવવા માટે પરવાનગી આપે છે. આજે કેનવાના 190 વિવિધ દેશોમાં 10 મિલિયનથી વધુ રજીસ્ટર્ડ યુઝર્સ છે. 250 કર્મચારીઓની ટીમ ધરાવતી આ કંપનીનું જાન્યુઆરી 2018 સુધીમાં 1 અબજ ડોલર મુલ્ય(7372 અબજ) હતું.

નિષ્ફળતાના  અનુભવોમાંથી સફળતા પ્રાપ્ત થાય છે : પર્કિન્સ

માત્ર 31 વર્ષની ઉંમરે સફળતા મેળવનાર પર્કિન્સની સખત મહેનત અને ક્યારેય હાર ન માનવાની ભાવના છે. વેબસાઈટ Entrepreneur સાથે વાત કરતા મેલાનીયા પર્કિન્સે જણાવ્યુ હતુ કે, મેં નિષ્ફળતાના (Failure Experience) અનુભવોમાંથી ઘણુ શીખ્યુ છે. ઉપરાંત જણાવ્યુ હતુ કે, ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને સતત કંઈક નવુ શીખતા રહેવાની આદતે આ સિધ્ધિ મેળવવામાં મદદ કરી છે.

નિષ્ફળતા વચ્ચે પણ સતત પ્રયત્નો કરવા જરૂરી

પર્કિન્સે વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે પણ અમને કોઈ રોકાણકાર (Investor) પાસેથી કારણ મળે છે કે તેઓ રોકાણ કેમ નથી કરતા, ત્યારે અમે કેટલાક ફેરફારો કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. એક વર્ષમાં 100 થી વધુ વખત નકારવામાં આવેલા Idea અંગે તેમણે જણાવ્યુ કે, 100 મા પ્રયત્ન બાદ પણ નિષ્ફળતા મળે છે,તો પણ તમારે સતત પ્રયત્ન કરવો પડશે. હું સતત મારી ઉર્જા એવી વસ્તુઓમાં લગાવીશ જે રોકાણકારોને આકર્ષે, તેમના પ્રશ્નોના જવાબ આપે, તેમની સમસ્યાઓ હલ કરે.

આ પણ વાંચો : JEE Advanced Admit Card 2021 : JEE Advanced પરીક્ષાનુ એડમિટ કાર્ડ થયુ જાહેર, જાણો પરીક્ષાનું શેડ્યુલ

આ પણ વાંચો :  UPSC ટોપર્સે જણાવ્યા સારા પુસ્તકો અને સારી ફિલ્મો જોવાના ફાયદા, જાણો ટોપર્સે તમામ વિદ્યાર્થીઓને શું આપ્યો સંદેશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">