CUET Exam પોસ્ટપોન રાખવાને કારણે યુજી એડમિશનમાં વિલંબ, પરિણામને લઈને આવ્યું નવું અપડેટ

સીયુઈટી (CUET UG) પરીક્ષા પૂરી થયા પછી પરિણામ આવવામાં કેટલો સમય લાગશે? દરેક વિદ્યાર્થી આ સવાલનો જવાબ જાણવા માંગે છે જે સીયુઈટી પરીક્ષા આપી રહ્યા છે.

CUET Exam પોસ્ટપોન રાખવાને કારણે યુજી એડમિશનમાં વિલંબ, પરિણામને લઈને આવ્યું નવું અપડેટ
CUET-UG-2022-Result-Date
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 3:46 PM

સીયુઈટી-યુજી (CUET-UG) પરીક્ષા હવે 30 ઓગસ્ટ સુધીમાં પૂરી થઈ જશે. પહેલાથી જ યુજી કોર્સમાં એડમિશનને (UG Admissions) લઈને ઘણો વિલંબ થતો હતો અને હવે પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા પછી પરિણામ મેળવવામાં કેટલો સમય લાગશે? તે દરેક વિદ્યાર્થીને જાણવા માંગે છે જે સીયુઈટી પરીક્ષા આપી રહ્યા છે. પરિણામ અંગે અપડેટ્સ સામે આવ્યા છે, અહેવાલો મુજબ સીયુઈટી યુજીનું પરિણામ 10 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. જાણકારી મુજબ એનટીએ એ કહ્યું છે કે તેને 10 સપ્ટેમ્બર સુધીમાં પરિણામ જાહેર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. સીયુઈટી પરીક્ષા હવે 6 ફેઝમાં આયોજિત કરવામાં આવી રહી છે અને 20 ઓગસ્ટને બદલે 30 ઓગસ્ટે સમાપ્ત થશે.

30 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી પરીક્ષાની તારીખ

4 ઓગસ્ટના રોજ જે પરીક્ષા યોજાવાની હતી, તે સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી, દેશભરમાં 50,000 થી વધુ ઉમેદવારોને પરીક્ષા આપ્યા વિના કેન્દ્રો પરથી પાછા ફરવાની ફરજ પડી હતી કારણ કે એનટીએ સમયસર પ્રશ્નપત્ર અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી. 5 ઓગસ્ટ અને 6 ઓગસ્ટે પણ ટેક્નિકલ ખામી હોવાની માહિતી મળી હતી. જે પરીક્ષા 4, 5 અને 6 ઓગસ્ટના રોજ યોજાવાની હતી પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે પરીક્ષા આપી શક્યા ન હતા તેઓને 24 થી 30 ઓગસ્ટ સુધીના ફેઝ 6 માં બેસવાની મંજૂરી આપવામાં આવશે. તેમના માટે ટૂંક સમયમાં એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવશે.

યુજી એડમિશનમાં વિલંબથી નારાજ યુનિવર્સિટી

દિલ્હી યુનિવર્સિટીએ અનુમાન લગાવ્યું છે કે યુજી કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં ઓછામાં ઓછો એક સપ્તાહ વિલંબ થવાની સંભાવના છે. જેએનયુના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશને (જેએનયુટીએ) પ્રવેશમાં વિલંબ વિશે પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી હતી અને માગ કરી હતી કે સંસ્થા એનટીએ પર આધાર રાખવાને બદલે તેની સમય-પરીક્ષણ પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સરકારી આંકડા મુજબ આ વર્ષે કુલ 14.9 લાખ વિદ્યાર્થીઓએ સીયુઈટી-યુજી માટે નોંધણી કરાવી હતી. આ 14.9 લાખ ઉમેદવારોમાંથી, 15-20 જુલાઈ વચ્ચે પહેલા તબક્કામાં સીયુઈટી-યુજી માટે કુલ 2.49 લાખ ઉમેદવારો, બીજા તબક્કામાં (4-6 ઓગસ્ટ) 1.91 લાખ અને ત્રીજા તબક્કામાં 1.91 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">