CUET UG પરીક્ષા આપનારાઓ માટે જરૂરી સમાચાર, હવે આ નવુ નોટિફિકેશન કરવામાં આવ્યું જાહેર

એનટીએ (NTA) એ કહ્યું છે કે જેઓ 4, 5 અને 6 ઓગસ્ટે આયોજિત પરીક્ષામાં હાજર રહી શક્યા નથી તેમને વધુ એક તક આપવામાં આવશે.

CUET UG પરીક્ષા આપનારાઓ માટે જરૂરી સમાચાર, હવે આ નવુ નોટિફિકેશન કરવામાં આવ્યું જાહેર
CUET-UG-Exam-2022-new-date
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 3:04 PM

સીયુઈટી યુજી (CUET UG) પરીક્ષાને લઈને એનટીએ એ નોટિફિકેશન બહાર પાડી છે. એનટીએ એ કહ્યું છે કે જે ઉમેદવારો 4, 5 અને 6 ઓગસ્ટના રોજ આયોજિત પરીક્ષામાં હાજર રહી શક્યા નથી તેઓ 24 થી 30 ઓગસ્ટ દરમિયાન આયોજિત સીયુઈટી યુજીની (CUET Exam) ફેઝ 6 પરીક્ષામાં હાજર રહી શકે છે. આ ઉમેદવારો માટે ટૂંક સમયમાં એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો 7, 8 અને 10 ઓગસ્ટે પરીક્ષા આપવાના હતા તેઓ 21, 22 અને 23 ઓગસ્ટે પરીક્ષા આપશે.

20 થી 30 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી CUET UG પરીક્ષા

પરીક્ષા સેન્ટર સાથે નવા એડમિટ કાર્ડ 17 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં કુલ 3.72 લાખ ઉમેદવારો ભાગ લેશે. 17 થી 20 ઓગસ્ટ દરમિયાન આયોજિત પરીક્ષા હતી તે હવે 30 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. ફેઝ 3ની પરીક્ષા આપનાર લગભગ 11 હજાર વિદ્યાર્થીઓ હવે નવી તારીખે પરીક્ષા આપશે. પહેલા આ પરીક્ષા 20 ઓગસ્ટે યોજાવાની હતી. પરંતુ અનેક પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા મોકૂફ રહેવાના કારણે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. આવી પરિસ્થિતિમાં એનટીએ એ તે વિદ્યાર્થીઓને રાહત આપી છે.

એનટીએ એ પરીક્ષામાં થતી ગડબડને રોકવા માટે ભર્યું આ પગલું

હાલમાં જ યુજીસીએ સીયુઈટી પરીક્ષાને લઈને કહ્યું હતું કે હવે પરીક્ષામાં કોઈ ગડબડ નહીં થાય. છેલ્લા કેટલાક દિવસોમાં પરીક્ષામાં ખલેલને જોતા એનટીએ એ પરીક્ષાને લઈને પગલાં લીધાં છે. આ સાથે યુજીસીએ એમ પણ કહ્યું હતું કે કોશિશ કરવામાં આવી રહ્યા છે કે એનટીએનું એક પરીક્ષા કેન્દ્ર બનાવવા આવે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

વન નેશન વન એન્ટ્રન્સ એક્ઝામ પર વિચાર

આ સાથે યુજીસી એ પણ કહ્યું છે કે તે જેઈઈ અને નીટ જેવી પરીક્ષાઓ માટે એક જ પરીક્ષા આયોજિત કરવાની તૈયારી કરી રહી છે. જો આ પ્રસ્તાવ પાસ થઈ જશે, તો માત્ર એક જ સીયુઈટી એન્ટ્રેન્સ એક્ઝામ લેવામાં આવશે. પરંતુ હાલ આ અંગે ચર્ચા ચાલી રહી છે. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં વન નેશન વન એન્ટ્રન્સ એક્ઝામને મંજૂરી મળી જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">