સકસેસ સ્ટોરી : ધોરણ 10માં નાપાસ થયા અને પ્રથમ પ્રયાસમાં જ UPSCની પરીક્ષા પાસ કરી બન્યા IAS ઓફિસર

સકસેસ સ્ટોરી : ધોરણ 10માં નાપાસ થયા અને પ્રથમ પ્રયાસમાં જ UPSCની પરીક્ષા પાસ કરી બન્યા IAS ઓફિસર
IAS Anju Sharma

દેશમાં સૌથી અઘરી ગણાતી UPSC પરીક્ષા દર વર્ષે માત્ર ગણતરીના લોકો જ પાસ કરી શકે છે. ત્યારે ભાગ્યે જ એવું બનતું હશે કે, કોઈએ પ્રથમ પ્રયાસમાં જ આ પરીક્ષા પાસ કરી લીધી હોય.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Mar 04, 2022 | 7:33 PM

એવું કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાત IAS ઓફિસર અંજુ શર્માના કેસમાં યથાર્થ સાબિત થાય છે. ધોરણ 10માં નબળી તૈયારીને પગલે તે નાપાસ થયા હતા, પરંતુ ભવિષ્યમાં આ જ મહિલા પ્રથમ પ્રયાસમાં જ દેશની સૌથી અઘરી ગણાતી UPSC પરીક્ષા પાસ કરી લે છે. આજના યુવાનો માટે અંજુ શર્મા એક ઉત્તમ ઉદાહરણ છે. ધોરણ 10 પ્રિ-બોર્ડ પરીક્ષામાં તે કેમેસ્ટ્રીના પેપરમાં ફેઇલ થયા હતા. આ ઘટનાની તેના મન પર એ હદે અસર થઈ કે ત્યાર પછી અંજુ જીવનની એકપણ પરીક્ષામાં ફેઇલ નથી થયા.

તેમણે આગળની તમામ પરિક્ષાઓમાં ખૂબ જ દિલથી મહેનત કરી અને તે મહેનત આખરે રંગ પણ લાવી. મિસ અંજુ પરીક્ષાના એક અઠવાડિયા પૂર્વે જ સિલેબસ પૂર્ણ કરી નાખતા હતા અને પછી તેઓ શોર્ટ બ્રેક લેતા, જેથી પરીક્ષા દરમિયાન તેમણે સ્ટ્રેસ ના થાય. આગળ જતાં, અંજુએ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુર ખાતે અનુક્રમે BSC અને MSC કર્યું અને બંનેમાં તેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી હતી.

ત્યારબાદ તેમણે ખૂબ જ મહેનત કરી, અને રાત- દિવસ જોયા વિના કરેલી આ મહેનતનું ફળ છે – દેશની સૌથી અઘરી પરીક્ષા UPSC માત્ર એક જ પ્રયાસમાં પાસ કરી હતી. તેમણે પોતાનો સફળતાનો મંત્ર :’મા- બાપના આશીર્વાદ, ખુદમાં આત્મવિશ્વાસ અને તબક્કાવાર રીતે કરેલું વાંચન. આ 3 સ્ટેપ્સને ફોલો કરીને મિસ અંજુ IAS અધિકારી બન્યા હતા.

મિસ અંજુનું પહેલું પોસ્ટિંગ વર્ષ 1991માં મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગમાં થયું હતું. અત્યારે તેઓ શ્રમ અને રોજગાર વિભાગ, સચિવાલય ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. મિસ અંજુ આજના યુવાનો માટે શ્રેષ્ઠ પ્રેરણારૂપ છે.

આ પણ વાંચો – Knowledge: ડીઝલ-કોલસાથી નહીં, પૃથ્વીની ‘શક્તિ’ પર ચાલશે ટ્રેન, ઓસ્ટ્રેલિયામાં તૈયારીઓ શરૂ

આ પણ વાંચો – Study: લીમડો કોરોનાની અસરને ઘટાડે છે અને વધતા ચેપને રોકવામાં અસરકારક છે, વાંચો સંશોધનની ખાસ વાતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati