SSC Junior Engineer 2019: SSC જુનિયર એન્જિનિયર પરીક્ષા 2019 પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

SSC Junior Engineer 2019: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ લાંબી રાહ જોયા બાદ જુનિયર એન્જિનિયર પરીક્ષા 2019નું પરિણામ જાહેર કર્યું છે.

SSC Junior Engineer 2019: SSC જુનિયર એન્જિનિયર પરીક્ષા 2019 પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
SSC Junior Engineer Exam 2019 Result Announced
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:00 PM

SSC Junior Engineer 2019: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ લાંબી રાહ જોયા બાદ જુનિયર એન્જિનિયર પરીક્ષા 2019નું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર પરિણામ જોઈ શકે છે. આયોગ દ્વારા પેપર-IIમાં નિર્ધારિત કટ ઓફના આધારે, 2532 ઉમેદવારો સિવિલ એન્જિનિયરિંગમાં અને 358 ઉમેદવારો ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ એન્જિનિયરિંગમાં ક્વોલિફાય થયા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હાજર હતા. SSC JE (SSC JE Result 2019) પરિણામ 2019 સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ક્વોન્ટિટી સર્વેઇંગ અને કોન્ટ્રાક્ટ પોસ્ટ્સ માટે જાહેર કરવામાં આવ્યું છે.

SSCએ કહ્યું છે કે, SSC JE 2019નું અંતિમ પરિણામ પેપર I અને II ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પરિણામે, 1152 ઉમેદવારોની નિમણૂક માટે આખરે પસંદગી કરવામાં આવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ્સ અને વિભાગોની ફાળવણી ‘વિભાગોની પસંદગી’ની યોગ્યતાના આધારે કરવામાં આવશે. 1152 ઉમેદવારોની ખાલી જગ્યાઓ (1008-સિવિલ એન્જિનિયરિંગ અને 144-ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ / મિકેનિકલ એન્જિનિયરિંગ) કેટેગરી મુજબની વિગતોને ધ્યાનમાં રાખીને નિમણૂક માટે પસંદ કરવામાં આવી છે.

આ રીતે તપાસો પરિણામ

સ્ટાફ સિલેકશન કમિશનની અધિકૃત વેબસાઇટ ssc.nic.inની મુલાકાત લો. હોમપેજ પર ‘જુનિયર એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ક્વોન્ટિટી સર્વેઇંગ એન્ડ કોન્ટ્રાક્ટ્સ) પરીક્ષા, 2019 – અંતિમ પરિણામની ઘોષણા’ લિંક પર ક્લિક કરો. લાયક ઉમેદવારોની યાદીમાં તમારો રોલ નંબર દાખલ કરો. તે પછી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે. ભાવિ સંદર્ભો માટે પ્રિન્ટઆઉટ લો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

SSC JE પરિણામ 2019 PDF માત્ર ઉમેદવારો માટે જ છે કે, કોણ લાયક છે અને કોણ નથી. વિગતવાર માર્કસ પછીથી, ફેબ્રુઆરી 1, 2022 ના રોજ અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો 21 ફેબ્રુઆરી, 2022 સુધી તેમના રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને તેમના વ્યક્તિગત ગુણ ચકાસી શકશે.

આ પણ વાંચો: ICG Assistant Commandant Result: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતીનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

આ પણ વાંચો: GPSSB Recruitment 2022: ગુજરાતમાં આંકડાકીય મદદનીશ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

g clip-path="url(#clip0_868_265)">