AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GPSSB Recruitment 2022: ગુજરાતમાં આંકડાકીય મદદનીશ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે રાજ્યના સ્નાતક યુવાનો માટે એક મોટી ઓફર રજૂ કરી છે.

GPSSB Recruitment 2022: ગુજરાતમાં આંકડાકીય મદદનીશ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
GPSSB Recruitment 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 5:11 PM
Share

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ રાજ્યના સ્નાતક યુવાનો માટે એક મોટી ઓફર રજૂ કરી છે. GPSSB દ્વારા સ્ટેટિસ્ટિકલ આસિસટન્ટ સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે સૂચના જાહેર કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની સૂચના મુજબ, કુલ 344 જગ્યાઓ ખાલી છે. આમાં અરજી કરવા માટે (GPSSB Recruitment 2022), ઉમેદવારોએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જવું પડશે. જણાવી દઈએ કે, આ પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા 20 જાન્યુઆરી 2022 થી શરૂ કરવામાં આવી છે. આમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઉમેદવારો 5 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

GPSSB દ્વારા જાહેર કરાયેલ સૂચના મુજબ, આ ભરતી અભિયાન (Gujarat Sarkari Naukri 2022) દ્વારા કુલ 344 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યામાં આંકડાકીય મદદનીશ, સમાજ કલ્યાણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી અને લાઈસ્ટોક નિરીક્ષકની 249 જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના તપાસવી જોઈએ.

આ રીતે કરો અરજી

નોંધણી માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જાઓ. વેબસાઇટના હોમપેજ પર આપેલ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. નોંધણી માટે મોબાઈલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરો. પ્રાપ્ત પાસવર્ડ દ્વારા લોગિન કરો. તે પછી અરજી ફી સબમિટ કરો. છેલ્લે, એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો અને ભવિષ્યના સંદર્ભ માટે તેને સુરક્ષિત રાખો.

સીધી લિંક દ્વારા ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

લાયકાત અને વય મર્યાદા

આંકડાકીય સહાયક સહિત અન્ય જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતક અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય આ પદો પર ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 38 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વિગતવાર માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સૂચના જોઈ શકે છે.

અરજી ફી

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યામાં, બિન અનામત શ્રેણી (UR) ના ઉમેદવારોએ રૂ. 100 ની અરજી ફી જમા કરાવવાની રહેશે. વધુ વિગતો માટે ઉમેદવારો અધિકૃત વેબસાઈટ gpssb.gujarat.gov.in જોઈ શકે છે.

આ પણ વાંચો: Exam Preparation Tips 2022: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, આ રીતે ઓછા સમયમાં કરો તૈયારી

આ પણ વાંચો: SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">