ICG Assistant Commandant Result: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતીનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

ICG Assistant Commandant Result: ભારતીય કોસ્ટ ગાર્ડે સહાયક કમાન્ડન્ટની જગ્યાઓ માટે ભરતી 2021નું પરિણામ જાહેર કર્યું છે.

ICG Assistant Commandant Result: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતીનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
Indian Coast Guard Assistant Commandant Recruitment Result Declared
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 7:04 PM

ICG Assistant Commandant Result: ભારતીય કોસ્ટ ગાર્ડે સહાયક કમાન્ડન્ટની જગ્યાઓ માટે ભરતી 2021નું પરિણામ જાહેર કર્યું છે. આ ભરતી દ્વારા ગ્રુપ Aની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં (ICG Assistant Commandant Exam 2021), જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓ ICGની સત્તાવાર વેબસાઇટ joinindiancoastguard.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 50 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 06 ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવી હતી. પસંદ કરેલ ઉમેદવારો વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં સંપૂર્ણ વિગતો જોઈ શકે છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી (ICG Assistant Commandant Recruitment 2021) માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યામાં, ઉમેદવારો 17 ડિસેમ્બર 2021 સુધી ઑનલાઇન અરજી કરી શકતા હતા. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવી હતી. આ ભરતી દ્વારા ભારતીય નૌકાદળના ગ્રુપ ‘A’ પદો પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ICG ભરતી 2021 માટે 6 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર 2021 સુધી joinindiancoastguard.gov.in પર ઑનલાઇન અરજી કરવાનો સમય આપવામાં આવ્યો હતો.

તમે આ રીતે પરિણામ ચકાસી શકો છો

  1. પરિણામ જોવા માટે અધિકૃત વેબસાઇટ- joinindiancoastguard.gov.in ની મુલાકાત લો.
  2. હવે Career@CG ના વિકલ્પ પર જાઓ.
  3. આમાં ઓનલાઈન પરિણામ પર જાઓ.
  4. નોંધણી નંબર જેવી પૂછવામાં આવેલી વિગતો ભરીને અહીં લોગિન કરો.
  5. તમે લોગીન કરીને પરિણામ જોઈ શકો છો.

સીધી લિંક પરથી પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ્સ (Indian Coast Guard Recruitment 2021) પરના ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પસંદગી અને ફાઇલ પસંદગી દ્વારા કરવામાં આવશે. પ્રારંભિક પસંદગીમાં સફળ ઉમેદવારોને ફાઇલ પસંદગી માટે બોલાવવામાં આવશે. જ્યારે અંતિમ પસંદગીમાં સફળ ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.

ભારતીય કોસ્ટ ગાર્ડમાં કુલ 50 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ ડ્યુટીની 30 જગ્યાઓ, કોમર્શિયલ પાયલોટની 10 જગ્યાઓ, ટેકનિકલ (એન્જિનિયરિંગ)ની 6 જગ્યાઓ અને ટેકનિકલ (ઈલેક્ટ્રિકલ)ની 4 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જનરલ ડ્યુટી બ્રાન્ચમાં ભરતી માટે, ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

આ પણ વાંચો: Exam Preparation Tips 2022: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, આ રીતે ઓછા સમયમાં કરો તૈયારી

આ પણ વાંચો: SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

g clip-path="url(#clip0_868_265)">