SBI Recruitment 2021: સ્ટેટ બેંકમાં 6100 જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

TV9 GUJARATI

|

Updated on: Jul 19, 2021 | 3:51 PM

SBI Recruitment 2021: આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો એસબીઆઇની સત્તાવાર વેબસાઇટ - sbi.co.in ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

SBI Recruitment 2021: સ્ટેટ બેંકમાં 6100 જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને સમગ્ર વિગતો
SBI Recruitment 2021

SBI Recruitment 2021: જે યુવાનો બેંકમાં નોકરીનું (Bank Job) સપનું જોઈ રહ્યા છે, તેમના માટે એક મોટી તક આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા (State Bank of India) એપ્રેન્ટિસના પદ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ, કુલ 6100 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે (SBI 6100 vacancy 2021). આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો એસબીઆઇની સત્તાવાર વેબસાઇટ – sbi.co.in ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસની (Apprentice) પોસ્ટ પર ભરતી માટે જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજીની પ્રક્રિયા 6 જુલાઇ 2021 થી શરૂ થઈ ગઈ હતી. સ્ટેટ બેંકમાં નોકરી મેળવવાની આ એક સરસ તક છે. આવી જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હોય તેઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને જલદી ઓનલાઇન અરજી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2021 છે. અરજી કરતા પહેલા કૃપા કરીને વેબસાઇટ પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના જરૂરથી ચકાસી લેવી.

અરજી ફી

જાહેર કરેલી નોટિફિકેશન મુજબ આ વર્ગ માટે જનરલ કેટેગરી, ઓબીસી અને આર્થિક નબળા એટલે કે EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી (Application Fees for SBI) તરીકે 300 રૂપિયા જમા કરાવવાના રહેશે. જ્યારે એસસી એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારોને નિ: શુલ્ક અરજી કરવાની તક મળી છે. અરજી ફી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ચુકવી શકાય છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ- sbi.co.in ની મુલાકાત લો.

કોણ અરજી કરી શકે છે?

આ ખાલી જગ્યા (SBI Apprentice Recruitment 2021) માટે અરજી કરતા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. એસબીઆઈમાં એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે જાહેર કરાયેલી આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. તે જ સમયે અનામતના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati