SBI Clerk Notification: 5000 પદ પર SBI ક્લાર્કની બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરવું એપ્લાય

એસબીઆઈમાં ક્લાર્કની બમ્પર વેકેન્સી બહાર પડી છે. 5000થી વધુ પોસ્ટ પર સરકારી નોકરીઓ માટે sbi.co.in પર જઈને એપ્લાય કરવું પડશે. એસબીઆઈ ક્લાર્ક 2022 (SBI Clerk 2022) નોટિફિકેશનમાં જોવો.

SBI Clerk Notification: 5000 પદ પર SBI ક્લાર્કની બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરવું એપ્લાય
SBI Clerk Recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 6:51 PM

ભારતીય સ્ટેટ બેંકમાં ક્લાર્કની બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. એસબીઆઈ ક્લાર્ક 2022 (SBI Clerk 2022) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી 7મી સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. દેશભરમાં એસબીઆઈ ક્લાર્કની જોબ માટે ખાલી જગ્યાઓ છે. જો તમે ગ્રેજ્યુએટ છો અથવા ગ્રેજ્યુએશનના ફાઈનલ વર્ષમાં છો તો તમારી પાસે આ સરકારી નોકરી મેળવવાની મોટી તક છે. એપ્લીકેશન ફોર્મ sbi.co.in પર ઉપલબ્ધ છે. એસબીઆઈ ક્લાર્ક નોટિફિકેશન 2022 (SBI Clerk Notification 2022) સહિત આ બેંકની જોબની સંપૂર્ણ ડિટેલ્સ આપવામાં આવી છે. અહીં વાંચો.

  • પોસ્ટનું નામ – એસબીઆઈ જુનિયર એસોસિયેટ / એસબીઆઈ ક્લાર્ક
  • પોસ્ટની સંખ્યા – 5008

કયા રાજ્યમાં SBI Clerk ની કેટલી વેકેન્સી

  • ગુજરાત- 353
  • દમણ દીવ – 4
  • કર્ણાટક- 316
  • મધ્ય પ્રદેશ – 389
  • છત્તીસગઢ- 92
  • પશ્ચિમ બંગાળ- 340
  • આંદામાન અને નિકોબાર – 10
  • સિક્કિમ- 26
  • ઓડિશા- 170
  • જમ્મુ કાશ્મીર- 35
  • હરિયાણા – 5
  • હિમાચલ પ્રદેશ- 55
  • પંજાબ- 130
  • તમિલનાડુ- 355
  • પુડુચેરી- 7
  • દિલ્હી- 32
  • ઉત્તરાખંડ- 120
  • તેલંગાણા- 225
  • રાજસ્થાન – 284
  • કેરળ- 270
  • લક્ષદ્વીપ – 3
  • ઉત્તર પ્રદેશ- 631
  • મહારાષ્ટ્ર- 747
  • ગોવા- 50
  • આસામ- 258
  • અરુણાચલ પ્રદેશ- 15
  • મણિપુર- 28
  • મેઘાલય- 23
  • મિઝોરમ – 10
  • નાગાલેન્ડ – 15
  • ત્રિપુરા – 10

SBI કલાર્ક એજ્યુકેશન

એસબીઆઈ ક્લાર્ક રિક્રુટમેન્ટ 2022 ભરતી પ્રક્રિયામાં હાજર થવા માટે ઉમેદવારોએ યુજીસી અથવા એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. છેલ્લા વર્ષમાં જે વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષનું પરિણામ આવવાનું છે તે પણ એપ્લાય કરી શકે છે.

SBI Clerk Age કેટલી હોવી જોઈએ?

સ્ટેટ બેંકમાં ક્લાર્ક બનવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ (જનરલ કેટેગરી માટે) હોવી જોઈએ. અનામત વર્ગ માટે મહત્તમ વય મર્યાદા નીચે મુજબ છે-

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
  • એસસી/એસટી – 5 વર્ષની છૂટ એટલે કે મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હશે.
  • ઓબીસી- 3 વર્ષની છૂટ
  • દિવ્યાંગ (સામાન્ય અને EWS) – 10 વર્ષની છૂટ
  • દિવ્યાંગ (Sc, ST) – 15 વર્ષની છૂટ
  • દિવ્યાંગ (ઓબીસી) – 13 વર્ષની છૂટ
  • ડિફેન્સ પર્સન – રક્ષામાં સેવાના વર્ષો + 3 વર્ષ (દિવ્યાંગ ડિફેન્સ કર્મચારીઓ માટે 8 વર્ષ)
  • વિધવા, છૂટાછેડા લીધેલ અથવા પતિથી ન્યાયિક રીતે અલગ થયેલી મહિલાઓ માટે – 7 વર્ષની છૂટ

 કેવી રીતે કરવું એપ્લાય?

તમે એસબીઆઈ કરિયર વેબસાઈટ sbi.co.in પર જઈને કલાર્કની જોબ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. અરજીઓ 7મી સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 27 સપ્ટેમ્બર 2022 સુધી ફોર્મ ભરી શકે છે. જનરલ, ઈડબ્લયુએસ અને ઓબીસી માટે એપ્લીકેશન ફી રૂ 750 છે. તે બીજા બધા માટે મફત છે. જો અરજી કરવામાં કોઈ સમસ્યા હોય તો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 022-22820427 પર સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.

SBI Clerk 2022 Notification Download કરવા માટે ક્લિક કરો

SBI Clerk Selection Process શું છે?

એસબીઆઈમાં ક્લાર્કની જોબ એટલે કે જુનિયર એસોસિએટ બનવા માટે તમારે બે તબક્કામાં પરીક્ષા પાસ કરવી પડશે – એસબીઆઈ ક્લાર્ક પ્રિલિમ્સ અને મેન્સ. જનરલ/ફાઈનાન્સિયલ અવેરનેસ, જનરલ ઈંગ્લિશ, ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડ, રિઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા 2 કલાક 40 મિનિટની હશે જેમાં 200 ગુણ માટે 190 પ્રશ્નો પૂછવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">