Indian Armyની ત્રણેય પાંખમાં 1,50,000 જગ્યાઓ ખાલી, જાણો ક્યારે શરૂ થશે ભરતી

Armed Forces Recruitment : દેશના ત્રણેય દળોમાં 1,50,000 લાખથી વધુ પદો ખાલી છે. આમાં મોટાભાગની જગ્યાઓ ભારતીય સેનામાં ખાલી છે. તમને જણાવી દઈએ કે આ જગ્યાઓ પર ક્યારે નિમણૂક કરવામાં આવશે.

Indian Armyની ત્રણેય પાંખમાં 1,50,000 જગ્યાઓ ખાલી, જાણો ક્યારે શરૂ થશે ભરતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 10:20 AM

Indian Army Vacancy : દેશમાં મોટી સંખ્યામાં યુવાનો ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવાનું સ્વપ્ન ધરાવે છે. દરેક યુવાનો ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળમાં ભરતીની રાહ જુએ છે. ત્રણેય દળોમાં દર વર્ષે ભરતી પણ કરવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયામાં દેશભરના યુવાનો પણ ભાગ લે છે. જો કે આ પછી પણ ત્રણેય સશસ્ત્ર દળોમાં લાખો પદો ખાલી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ કે ત્રણેય સેનામાં કેટલી જગ્યાઓ ખાલી છે અને તેમાં ભરતી ક્યારે થશે.

આ પણ વાંચો : Indian Army : 50 વર્ષ બાદ મોટો નિર્ણય, ચીન બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મળશે બરછટ અનાજનો નાસ્તો

Indian Armyમાં મોટાભાગની જગ્યાઓ ખાલી

ત્રણેય દળોમાં 1.55 જેટલી જગ્યાઓ ખાલી છે. જેના કારણે આર્મી, એરફોર્સ અને નેવી પણ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. અહીં નોંધનીય બાબત એ છે કે Indian Armyમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. સેનામાં 1.36 લાખ પદો ખાલી છે. વાસ્તવમાં આ માહિતી રાજ્યસભામાં સેનામાં ખાલી પડેલી જગ્યાઓને લઈને આપવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક લેખિત જવાબમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે સશસ્ત્ર દળોમાં કર્મચારીઓની અછતનો સ્વીકાર કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, આ સમસ્યાનો સામનો કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. યુવાનોને ખાલી જગ્યાઓ ભરવા અને સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ઘણા મહત્વપૂર્ણ પગલાં પણ લેવામાં આવ્યા છે.

સેનામાં કેટલી જગ્યાઓ ખાલી છે?

ભારતીય સેનામાં પણ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. આર્મી મેડિકલ કોર્પ્સ અને આર્મી ડેન્ટલ કોર્પ્સ સહિત ભારતીય સેનામાં 8,129 અધિકારીઓની અછત છે. મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) માં ખાલી જગ્યાઓની સંખ્યા 509 છે. JCO અને અન્ય પોસ્ટ પર 1,27,673 જગ્યાઓ ખાલી છે. ગ્રુપ Aમાં ખાલી જગ્યાઓની સંખ્યા 252 છે, જ્યારે ગ્રુપ Bમાં 2,549 અને ગ્રુપ Cમાં 35,368 જગ્યાઓ ખાલી છે.

નેવી અને એરફોર્સમાં કેટલી જગ્યાઓ ખાલી છે?

ભારતીય નૌકાદળમાં કુલ 12,428 જગ્યાઓ ખાલી છે. નૌકાદળને 1,653 અધિકારીઓ, 29 મેડિકલ અને ડેન્ટલ અધિકારીઓ અને 10,746 નાવિકોની જરૂર છે. ગ્રુપ Aમાં 165 જગ્યાઓ, ગ્રુપ Bમાં 4207 જગ્યાઓ અને ગ્રુપ Cમાં 6,156 જગ્યાઓ ખાલી છે.

જો ભારતીય વાયુસેનાની વાત કરીએ તો તેમાં 7,031 જગ્યાઓ ખાલી છે. એરફોર્સમાં 721 ઓફિસર, 16 મેડિકલ ઓફિસર, 4,734 એરમેન અને 113 મેડિકલ આસિસ્ટન્ટ એરમેનની જગ્યાઓ પણ ખાલી છે. ગ્રુપ Aમાં 22, ગ્રુપ Bમાં 1303 અને ગ્રુપ Cમાં 5531 જગ્યાઓ ખાલી છે.

ખાલી જગ્યાઓ પર ભરતી ક્યારે થશે?

આ જગ્યાઓ પર યુવાનોની નિમણૂક ક્યારે થશે તે અંગે સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે, સરકારે નિશ્ચિતપણે કહ્યું છે કે આ પદો પર નિમણૂક માટે સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. ભરતી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી રહી છે જેથી યુવાનોની વહેલી તકે નિમણૂક થઈ છે. સરકારે આગામી એક વર્ષમાં 10 લાખ પોસ્ટ ભરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શક્ય તેટલી વહેલી તકે આ પદો પર ભરતી માટે સૂચના પણ બહાર પાડવામાં આવશે.

એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">