Railway SECR Recruitment 2021: રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી જાહેર, પરીક્ષા વગર મળશે નોકરી
લાયકાત ધરાવતા ઉમેદવારો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ secr.indianrailways.gov.in પર આ જગ્યાઓ માટે અરજી કરી શકશે.
Railway SECR Recruitment 2021 : ભારતીય રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ITI પાસ યુવાનો માટે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ કુલ 432 જગ્યા પર ભરતી કરવામાં આવશે.ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ secr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.
રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી જાહેર
સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 11 સપ્ટેમ્બર 2021 થી શરૂ થઈ છે. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 10 ઓક્ટોબર, 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.જો કે મહત્વની વાત એ છે કે પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી આઈટીઆઈ મેરિટના (ITI Merit)આધારે કરવામાં આવશે. ઉપરાંત પસંદગી પામેલા ઉમેદવારોને રેલવે દ્વારા દર મહિને સ્ટાઇપેન્ડ (Stipend) પણ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ – 11 સપ્ટેમ્બર 2021 અરજી કરવાની છેલ્લી તારીખ – 10 ઓક્ટોબર 2021 અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ – 10 ઓક્ટોબર 2021 મેરિટ લિસ્ટ રિલીઝ – સતાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
રેલવેના નોટિફિકેશન મુજબ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ સિવાય તેમની પાસે ITI પ્રમાણપત્ર હોવું જોઈએ. પ્રમાણપત્ર NCVT દ્વારા માન્ય થયેલુ હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની મહત્તમ વય 24 વર્ષ રાખવામાં આવી છે. આઈટીઆઈ મેરિટના આધારે આ પોસ્ટ્સ (Post)પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ રીતે કરો અરજી
અરજી કરવા માટે ઉમેદવારોએ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ secr.indianrailways.gov.in ની મુલાકાત લેવાની રહેશે. અહીં વેબસાઈટ પર જરૂરીમાહિતી ભરીને રજીસ્ટ્રેશન (Registration) કર્યા બાદ અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવુ ,કારણ કે જો ફોર્મમાં કોઈ ભૂલ હશે તો ફોર્મ રદ્દ ગણાશે.
આ પણ વાંચો: ICAI CA Result 2021 : CA ફાઉન્ડેશનનું ફાઈનલ રિઝલ્ટ આજે જાહેર થઈ શકે છે, આ રીતે જોઈ શકશો પરિણામ