AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

QS Asia Ranking 2022 માં આ યુનિવર્સિટીએ મારી બાજી, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો થયો સમાવેશ

QS એશિયા રેન્કિંગ 2022 જાહેર કરવામાં આવ્યું છે, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો સમાવેશ થયો છે.

QS Asia Ranking 2022 માં આ યુનિવર્સિટીએ મારી બાજી, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો થયો સમાવેશ
QS Asia University rankings 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 11:35 AM
Share

QS Ranking 2022 : એશિયા માટે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022 યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને રેન્ક આપવામાં આવ્યા છે. કુલ 500 સંસ્થાઓની આ યાદીમાં ભારતની 118 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. જ્યારે 18 ભારતીય સંસ્થાઓના નામ QS એશિયા રેન્કિંગ 2022 ટોપ 200માં છે. એશિયા રેન્કિંગમાં ભારતની IIT બોમ્બે મોખરે છે. જોકે, IIT બોમ્બેનું રેન્કિંગ ગયા વર્ષની સરખામણીમાં 5 સ્થાન નીચે આવ્યું છે. 100માંથી 71ના સ્કોર સાથે IIT બોમ્બે એશિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં 42મા ક્રમે આવી છે, જે ગયા વર્ષે 37મા સ્થાને હતી.

આ યુનિવર્સિટીએ મારી બાજી

QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2022 અનુસાર, સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીને એશિયાની નંબર યુનિવર્સિટી (Asia University) જાહેર કરવામાં આવી છે. આ સંસ્થાને 100 માંથી 100 ગુણ મળ્યા છે.ઉપરાંત ચીનની પેકિંગ યુનિવર્સિટીએ બીજું સ્થાન મેળવ્યું છે. ત્રીજા સ્થાને હોંગકોંગની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી સિંગાપોર અને યુનિવર્સિટી ઓફ હોંગકોંગ (Hong Kong) છે.

 એશિયાની ટોચની 10 સંસ્થાઓ

1. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી 2. પેકિંગ યુનિવર્સિટી, ચીન 3. નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર 4. હોંગકોંગ યુનિવર્સિટી 5. સિન્હુઆ યુનિવર્સિટી, ચીન 6. હેજિયાંગ યુનિવર્સિટી, ચીન 7. ફુદાન યુનિવર્સિટી, ચીન 8.યુનિવર્સિટી મલાયા, મલેશિયા 9. હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી 10. શાંઘાઈ જિયા સોંગ યુનિવર્સિટી, ચીન

ટોપ 200માં ભારતની આ સંસ્થાઓ સમાવેશ

1. IIT બોમ્બે – એશિયા રેન્ક 42 2. IIT દિલ્હી – એશિયા રેન્ક 45 3. IIT મદ્રાસ – ક્રમ 54 4. IISc બેંગ્લોર – ક્રમ 56 5. IIT ખડગપુર – ક્રમ 60 6. IIT કાનપુર – ક્રમ 64 7. દિલ્હી યુનિવર્સિટી – ક્રમ 77 8. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) – ક્રમ 107 9. IIT રૂરકી – ક્રમ 109 10. IIT ગુવાહાટી – ક્રમ 119 11. કલકત્તા યુનિવર્સિટી – ક્રમ 154 12. હૈદરાબાદ યુનિવર્સિટી – ક્રમ 156 13. જાદવપુર યુનિવર્સિટી – ક્રમ 162 14. IIT ઇન્દોર – ક્રમ 178 15. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી – ક્રમ 180 16. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) – ક્રમ 181 17. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજી, મુંબઈ – ક્રમ 183 18. જામિયા મિલિયા ઇસ્લામિયા – ક્રમ 186 19. BITS પિલાની – ક્રમ 194 20. મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન – ક્રમ 194 21. વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (VIT) – ક્રમ 198

આ પણ વાંચો: IBPS SO Recruitment 2021: સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો: JoSAA Counselling 2021: JoSAA સીટ એલોટમેન્ટ રાઉન્ડ 2નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">