JoSAA Counselling 2021: JoSAA સીટ એલોટમેન્ટ રાઉન્ડ 2નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
JoSAA Counselling 2021: જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) એ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે સીટ એલોટમેન્ટના રાઉન્ડ 2 માટે પરિણામ જાહેર કર્યું છે.
JoSAA Counselling 2021: જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) એ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે સીટ એલોટમેન્ટના રાઉન્ડ 2 માટે પરિણામ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો અલોટમેન્ટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા તેઓ સત્તાવાર વેબસાઇટ- josaa.nic.in પર જઈને પરિણામ ચકાસી શકે છે.
જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) દ્વારા બહાર પાડવામાં આવેલા શેડ્યૂલ મુજબ, રાઉન્ડ 2 માટે નોંધણી પ્રક્રિયા આજે સાંજે 5:00 વાગ્યાથી એટલે કે 2 નવેમ્બર, 2021ના રોજથી શરૂ થશે. જે 3 નવેમ્બર 2021 સુધી ચાલશે. રાઉન્ડ 2 સીટ ફાળવણીનું પરિણામ કેવી રીતે તપાસવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ છે.
આ રીતે તપાસો જોએસા કાઉન્સેલિંગ રાઉન્ડ 2નું પરિણામ
- જોસા પોર્ટલની અધિકૃત વેબસાઇટ- josa.nic.in પર જાઓ.
- હવે latest update પર જાઓ.
- આ બાદ હવે “View Seat Allotment Result – Round 2” લિંક પર ક્લિક કરો.
- IIT/NIT/GFTI/IIIT અથવા IIEST માટે સીટ એલોટમેન્ટ પસંદ કરો.
- ખાલી જગ્યાઓમાં ઉમેદવારનો રોલ નંબર/અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સંબંધિત જૂથ માટે JoSAA કાઉન્સેલિંગ સેકન્ડ સીટ એલોટમેન્ટ પરિણામ 2021 દેખાશે.
- તમે JoSAA II એલોટમેન્ટ લેટર 2021-22 PDF ઓનલાઈન/ઓફલાઈન પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
ત્રીજા રાઉન્ડનું પરિણામ
JoSAA કાઉન્સેલિંગ 2021 રાઉન્ડ 3 સીટ ફાળવણીનું પરિણામ 6 નવેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે શૈક્ષણિક સત્ર 2021-22માં, 114 સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયાને JoSAA દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. તેમાં 23 IIT, 31 NIT, 26 IIIT અને 36 સરકારી ભંડોળ ધરાવતી ટેકનિકલ સંસ્થાઓનો સમાવેશ થાય છે. JoSAA કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂરી થયા પછી સેન્ટ્રલ સીટ એલોકેશન બોર્ડ (CSAB) NIT+ સિસ્ટમ હેઠળ ખાલી બેઠકો ભરવા માટે બે કાઉન્સેલિંગ રાઉન્ડ હાથ ધરશે.
રજીસ્ટ્રેશન બાદ સીટ ફાળવવામાં આવશે
ઉમેદવારો ફાળવેલ IIT, NIT, GFTI, IIIT અને IIEST શિબપુર કૉલેજ/સંસ્થાને બીજા રાઉન્ડના ફાળવણી પરિણામ PDF દ્વારા ચકાસી શકે છે. જે ઉમેદવારોને બીજા રાઉન્ડમાં સીટ મળી નથી તેઓ રાઉન્ડ 3 કાઉન્સેલિંગ રજીસ્ટ્રેશન માટે જઈ શકે છે. ફાળવણીનો ડેટા અપલોડ કરતી વખતે વિભાગ સત્તાવાર વેબસાઇટ પર સીટ ફાળવણી પરિણામ લિંકને સક્રિય કરશે. જોસાએ 2જી રાઉન્ડ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ 2021 જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે ચેક કરવા માટે અમે તમને સીધી લિંક પ્રદાન કરીશે.
આ પણ વાંચો: NEET પરિણામ 2021: NTA એ NEET UG પરીક્ષાનું જાહેર કર્યુ પરિણામ, આ 3 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું
આ પણ વાંચો: NEET Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, સરળતાથી આ રીતે કરો ચેક