Pariksha Pe Charcha 2022: પરીક્ષા પે ચર્ચા માટે નોંધણીની તારીખ 3 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ, જાણો કેવી રીતે કરવી અરજી

Pariksha Pe Charcha 2022: પરિક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. જેઓએ હજુ સુધી અરજી કરી નથી. તેની પાસે વધુ એક તક છે.

Pariksha Pe Charcha 2022: પરીક્ષા પે ચર્ચા માટે નોંધણીની તારીખ 3 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ, જાણો કેવી રીતે કરવી અરજી
Pariksha Pe Charcha (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:42 PM

Pariksha Pe Charcha 2022: પરિક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. જેઓએ હજુ સુધી અરજી કરી નથી. તેની પાસે વધુ એક તક છે. તેઓ નોંધણી કરાવી શકે છે. આ માહિતી શિક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. નોંધણીની છેલ્લી તારીખ 3જી ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવી છે. MyGov વેબસાઇટ અનુસાર, 11.77 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 2.65 લાખ શિક્ષકો અને 88,000 વાલીઓએ PPC 2022 કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે. પરિક્ષા પે ચર્ચા એ ભારત સરકારનો વાર્ષિક કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કરવાની તક પૂરી પાડે છે.

શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કર્યું, “જો તમે ચૂકી ગયા છો, તો ચિંતા કરશો નહીં! PPC2022માં ભાગ લેવા માટેની નોંધણીની તારીખ 2 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવવામાં આવી છે.” અગાઉ, મંત્રાલયે પરિક્ષા પે ચર્ચા 2022 નોંધણી માટેની છેલ્લી તારીખ 22 જાન્યુઆરીથી વધારીને 27 જાન્યુઆરી કરી હતી. MyGov CEO અભિષેક સિંઘના જણાવ્યા અનુસાર, પ્રોગ્રામ માટે નોંધાયેલા કુલ સહભાગીઓમાંથી 50.6 ટકા વિદ્યાર્થીનીઓ અને 49.4 ટકા વિદ્યાર્થીઓ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

‘પરીક્ષા પે ચર્ચા 2022’ માટે આ રીતે કરો અરજી

સૌ પ્રથમ વેબસાઇટ www.mygov.in પર જાઓ.

હોમપેજ પર What New Option નીચે આપેલ Pariksha Pe Charcha 2022 લિંક પર ક્લિક કરો.

જે નવું પેજ ખુલશે તેમાં તમને Participate Now બટન દેખાશે. તેના પર ક્લિક કરો.

તમે જે કેટેગરીમાં આવો છો, એટલે કે જો તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી પર જો તમે માતાપિતા છો તો માતાપિતા પર અને જો તમે શિક્ષક છો તો શિક્ષકની લિંક પર ક્લિક કરો. તે પછી સંપૂર્ણ માહિતી આપીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.

આ પણ વાંચો: ICG Assistant Commandant Result: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતીનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

આ પણ વાંચો: GPSSB Recruitment 2022: ગુજરાતમાં આંકડાકીય મદદનીશ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

g clip-path="url(#clip0_868_265)">