સરકારી નોકરી માટે આવી રહી છે તક, રેલવે 1100 પદ પર ભરતી કરશે, વાંચો વિગતવાર માહિતી
રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે બમ્પર ભરતી નીકળી છે.આ નોકરી માટે 10મું પાસ લોકોને મેરિટ અનુસાર સીધી નોકરીની તક મળશે. રેલ્વેની સત્તાવાર સૂચના અનુસાર રેલવેએ 1100 થી વધુ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે જેના માટે રસ ધરાવતા ઉમેદવારો 24મી ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.

ભારતીય રેલવેમાં નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે બમ્પર ભરતી નીકળી છે.આ નોકરી માટે 10મું પાસ લોકોને મેરિટ અનુસાર સીધી નોકરીની તક મળશે.
રેલ્વેની સત્તાવાર સૂચના અનુસાર રેલવેએ 1100 થી વધુ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે જેના માટે રસ ધરાવતા ઉમેદવારો 24મી ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.
કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
- મિકેનિકલ વર્કશોપ- ગોરખપુર – 411
- સિગ્નલ વર્કશોપ- ગોરખપુર કેન્ટ – 63
- બ્રિજ વર્કશોપ- ગોરખપુર કેન્ટ – 35
- મિકેનિકલ વર્કશોપ- ઇજ્જતનગર – 151
- ડીઝલ શેડ- ઇજ્જતનગર – 60
- કેરેજ અને વેગન- ઇજ્જતનગર – 64
- કેરેજ અને વેગન- લખનૌ જંક્શન – 155
- ડીઝલ શેડ- ગોંડા – 90
- કેરેજ અને વેગન- વારાણસી – 75
આમાં 454 બિનઅનામત બેઠકો છે જ્યારે 110 પોસ્ટ EWS માટે, 165 પોસ્ટ SC માટે, 81 પોસ્ટ ST અને 294 પોસ્ટ OBC માટે અનામત છે.
રેલવેનું નિવેદન
રેલવેએ કહ્યું કે આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 25 નવેમ્બર, 2023 સુધીમાં 15 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, SC/ST વર્ગને મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે અને OBCને આમાં ત્રણ વર્ષની છૂટ મળશે. વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળે છે.
ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મી પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે અને નોટિફાઇડ ટ્રેડમાં ITI હોવું જરૂરી છે.
ફી કેટલી ભરવાની રહેશે?
ઉત્તર પૂર્વ રેલવેની આ જગ્યાઓ માટે ઉમેદવારો 24 ડિસેમ્બર, 2023 સુધી અરજી કરી શકે છે. જેના માટે તેમણે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ફી SC/ST/EWS/વિકલાંગ અને મહિલા ઉમેદવારો માટે માફ કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારો રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.ner.indianrailways.gov.in પર જઈ શકે છે. જેમાં તેમના 10મા અને ITI માર્કસને જોડીને પસંદગી માટેનું મેરિટ તૈયાર કરવામાં આવશે.
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ ભારત કરવામાં આવશે. નોકરી માટે રસ રસ ધરાવતા લોકો સંપૂર્ણ અને વધુ વિગત જાણવા માટે રેલવેનું નોટિફિકેશન અહીં ક્લિક કરી જાણી શકશે.
આ પણ વાંચો : ટાટા ટેકનોલોજીસના બીજા સૌથી મોટા ક્લાઈન્ટ છે આર્થિક મુશ્કેલીમાં, કંપનીના શેરના ભાવમાં થયો 90 ટકાનો ઘટાડો