ટાટા ટેકનોલોજીસના બીજા સૌથી મોટા ક્લાઈન્ટ છે આર્થિક મુશ્કેલીમાં, કંપનીના શેરના ભાવમાં થયો 90 ટકાનો ઘટાડો
વિનફાસ્ટ સહિત 5 કંપની ટાટા મોટર્સ અને ટાટા ટેકનોલોજીસની આવકમાં સૌથી મોટો ફાળો આપે છે. તેમાંથી મોટો આવકનો હિસ્સો વિનફાસ્ટ પાસેથી આવે છે, જે 2018 થી ટાટા ટેકના ક્લાઈન્ટ છે. વિશ્લેષકોએ તાજેતરમાં ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણ અને ઘટતા ગ્રાહકોના કારણે Nasdaq માં લિસ્ટેડ વિનફાસ્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

વિયેતનામની EV નિર્માતા વિનફાસ્ટ કંપની ટાટા ટેક્નોલોજીસના ટોપ 5 ક્લાઈન્ટમાંથી એક છે. હાલ તેના શેરના ભાવમાં મોટી વધઘટને કારણે હાલ તે ચર્ચામાં છે. વિનફાસ્ટ સહિત 5 કંપની ટાટા મોટર્સ અને ટાટા ટેકનોલોજીસની આવકમાં સૌથી મોટો ફાળો આપે છે. તેમાંથી મોટો આવકનો હિસ્સો વિનફાસ્ટ પાસેથી આવે છે, જે 2018 થી ટાટા ટેકના ક્લાઈન્ટ છે. વિશ્લેષકોએ તાજેતરમાં ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણ અને ઘટતા ગ્રાહકોના કારણે Nasdaq માં લિસ્ટેડ વિનફાસ્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કંપનીની ક્ષમતા પર ગંભીર શંકાઓ ઊભી કરી
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફાઇલિંગ અનુસાર સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થતા 9 માસના વિનફાસ્ટના EV વેચાણનો નોંધપાત્ર હિસ્સો સંબંધિત પક્ષો અથવા તેની પેરન્ટ કંપનીનો હતો. આ વલણે બજારમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાની કંપનીની ક્ષમતા પર ગંભીર શંકાઓ ઊભી કરી છે.
ડેટા અનુસાર આ વર્ષે વિનફાસ્ટ દ્વારા વેચવામાં આવેલ અડધાથી વધુ EV સંબંધિત પક્ષો હતા, જે કંપનીના મોડલ્સ માટે મર્યાદિત બજાર માગને પ્રકાશિત કરે છે. આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વેચાયેલા 11,300 વ્હીકલમાંથી 7,100 કાર નિર્માતાની મૂળ કંપની વિન્ગ્રુપ દ્વારા નિયંત્રિત વિયેતનામી ટેક્સી કંપની ગ્રીન એન્ડ સ્માર્ટ મોબિલિટીને વેચવામાં આવ્યા હતા.
વિનફાસ્ટનું લક્ષ્ય 2023માં 40,000 થી 50,000 વાહનોનું વેચાણ
વિનફાસ્ટને લઈ યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને સોફ્ટવેરની ભૂલને ઓળખી હતી અને તેના કારણે વ્હીકલ ક્રેશ થવાનું જોખમ વધી ગયું હતું. ત્યારબાદ યુએસમાં તેની કારના પ્રારંભિક શિપમેન્ટમાં વિલંબ થયો હતો. નબળા વૈશ્વિક અર્થતંત્ર દ્વારા ઊભા કરાયેલા પડકારો છતાં, વિનફાસ્ટનું લક્ષ્ય 2023માં 40,000 થી 50,000 વાહનોના વેચાણ કરવાનો છે, જે સમગ્ર વિયેતનામમાં ગયા વર્ષે વેચાયેલી 7,400 EV કરતાં લગભગ 7 ગણા વધારે છે.
ચોખ્ખી ખોટ 34 ટકા વધી
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન, કંપનીએ વાહનોના વેચાણ અને ડિલિવરીમાં વૃદ્ધિને કારણે તેની આવક બમણી કરતાં વધારે વધી છે. $319.5 મિલિયન પર વાહનનું વેચાણ 1 વર્ષ પહેલાના ક્વાર્ટર કરતાં લગભગ 3 ગણું વધ્યું છે. તેમ છતાં કંપનીની ચોખ્ખી ખોટ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં $466 મિલિયનથી 34 ટકા વધીને $623 મિલિયન થઈ છે. વિનફાસ્ટના શેર છેલ્લે $6.56 પર બંધ થયા હતા, જે $93ની સર્વકાલીન ઉચ્ચ સપાટીથી નીચે રહ્યા હતા.
આ પણ વાંચો : ગૌતમ અદાણી માટે આજે સૌથી મોટો દિવસ, અઢી કલાકમાં કરી 1.15 લાખ કરોડ રૂપિયાની કમાણી, રોકાણકારો થયા માલામાલ
ટાટા ટેક્નોલોજીસ વિનફાસ્ટ સહિત 5 ક્લાઈન્ટ પર નિર્ભર છે. ક્લાઈન્ટની નાણાકીય સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ટાટા જૂથની કંપનીની આવક પર અસર થઈ શકે છે. આ હોવા છતાં, ટાટા ટેક્નોલોજીસના IPOને રોકાણકારો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.
