NTPC Jobs 2021: NTPC એક્ઝિક્યુટિવની ભરતી કરશે, એન્જિનિયરિંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક

NTPC Vacancy 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જો તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, તો તમે NTPCમાં સરકારી નોકરી મેળવી શકો છો.

NTPC Jobs 2021: NTPC એક્ઝિક્યુટિવની ભરતી કરશે,  એન્જિનિયરિંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક
NTPC Vacancy 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 4:12 PM

NTPC Executive Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) એ એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જો તમે એન્જિનિયરિંગનો (Engineering Jobs) અભ્યાસ કર્યો છે, તો તમે NTPCમાં સરકારી નોકરી મેળવી શકો છો. આ ભરતીઓ હાઇડ્રો એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર કરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજીઓ (Online Application) શરૂ થઈ ગઈ છે. NTPC એક્ઝિક્યુટિવ વેકેન્સી 2021 નોટિફિકેશનની લિંક આગળ આપવામાં આવી છે. આ સાથે, એપ્લિકેશન ફોર્મ અને NTPC સત્તાવાર વેબસાઇટની લિંક પણ આપવામાં આવી છે.

પોસ્ટનું નામ – એક્ઝિક્યુટિવ (હાઈડ્રો) પોસ્ટની સંખ્યા – 15 પગાર ધોરણ – 60 હજાર રૂપિયા પગાર ધોરણની સાથે અન્ય ભથ્થાઓ સાથે સંપૂર્ણ પગાર આપવામાં આવશે.

કઈ લાયકાત જરૂરી છે મિકેનિકલ અથવા સિવિલ એન્જિનિયરિંગમાં B.E. અથવા B.Tech. ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. ઓછામાં ઓછા 60 ટકા માર્કસ હોવા જોઈએ. અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક વર્ષનો કાર્ય અનુભવ પણ માંગવામાં આવે છે. અરજદારની મહત્તમ ઉંમર 35 વર્ષ છે. અનામત વર્ગોને તેમાં છૂટછાટનો લાભ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 30 નવેમ્બર 2021 સુધી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કેવી રીતે અરજી કરવી NTPC નોકરીની ખાલી જગ્યા માટે, તમારે careers.ntpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા 16 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. તમે 30 નવેમ્બર 2021 સુધી અરજી કરી શકો છો.

અરજી ફી સામાન્ય, OBC અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની અરજી ફી રૂ. 300 છે. SC, ST, દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી રહેશે નહીં. તમે નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા બેંક ચલણ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકો છો.

પસંદગી પ્રક્રિયા શું હશે NTPC એક્ઝિક્યુટિવ ભરતી 2021 માટે પાત્ર ઉમેદવારોની પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, 257 જગ્યાઓની વેકેન્સી માટે આ રીતે કરો અરજી

આ પણ વાંચો : BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સમાં સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

g clip-path="url(#clip0_868_265)">