Medical Courses without NEET: ધોરણ 12 પછી NEET વિના કરી શકાશે આ મેડિકલ કોર્સ, લાખોમાં મળશે પગાર
Medical Courses without NEET: દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડિકલ ફિલ્મમાં કરિયર બનાવવા માટે નીટની (NEET) પરીક્ષા આપે છે. શું તમે જાણો છો કે નીટ વિના પણ મેડિકલ ફિલ્મમાં કરિયર બનાવી શકાય છે. અહીં અમે કેટલાક એવા ઓપ્શન જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે નીટ વિના સારી નોકરી મેળવી શકો છો અને લાખોમાં પગાર મેળવી શકો છો.
Medical Courses without NEET, Medical Courses After 12th: નીટની પરીક્ષા 17 જુલાઈ 2022ના રોજ આયોજિત કરવામાં આવી હતી, જેમાં લગભગ 18 લાખ ઉમેદવાર સામેલ થયા હતા. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પરિણામ જાહેર થયા બાદ નીટનું પરિણામ જાહેર થયા પછી નીટ સ્કોરના આધાર પર દેશની ટોપ મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એટમિશન મળશે. પરંતુ શું તમે જાણો છો, મેડિકલ ફિલ્ડમાં (Medical Courses without NEET) બનાવવા માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. નીટની પરીક્ષા પાસ કર્યા વિના પણ તમે મેડિકલ ફિલ્ડમાં સારૂં કરિયર બનાવી શકો છો.
જો તમે ફિજિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા ગણિત (PCB/PCM) વિષયો સાથે ઈન્ટરમીડિએટ 12મું પાસ છો તો તમે નીટ પરીક્ષા વિના ઘણા મેડિકલ કોર્સમાં તમારું કરિયર બનાવી શકો છો. તેમાંથી કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે.
1. બીએસસી નર્સિંગ
બીએસસી નર્સિંગ એ ચાર વર્ષનો ગ્રેજ્યુએશન લેવલનો કોર્સ છે, જેના પછી ઉમેદવારો સ્ટાફ નર્સ, રજિસ્ટર્ડ નર્સ (આરએન), નર્સ ટીચર, મેડિકલ કોડર જેવી પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. નર્સિંગ માટે નીટ ફરજિયાત નથી, પરંતુ હવે ઘણા રાજ્યોમાં નીટ સ્કોર દ્વારા બીએસસી નર્સિંગમાં એટમિશન કરવામાં આવે છે. આ કોર્સ પછી ઉમેદવારોને વાર્ષિક 3 લાખથી 8 લાખ રૂપિયા સુધીની સેલેરી મળી શકે છે.
2. બીએસસી ન્યુટ્રિશન અને ડાયટિશિયન/હ્યુમન ન્યુટ્રિશન/ફૂડ ટેકનોલોજી
આ કોર્સ ત્રણથી ચાર વર્ષમાં કરી શકાય છે. આ કમ્પલીટ કર્યા બાદ ન્યુટ્રિનિસ્ટ, ફૂડ ટેક્નોલોજિસ્ટ અને રિસર્ચની પોસ્ટ પર નોકરી મળી શકે છે. જ્યાં તમે વાર્ષિક 5 રૂપિયા સુધીનું પેકેજ મેળવી શકો છો.
3. બીએસસી બાયોટેકનોલોજી
12મી પછી જો તમે નીટ લાયકાત મેળવ્યા વિના મેડિકલ ફિલ્ડમાં કરિયર બનાવવા માંગો છો તો બીએસસી બાયોટેકનોલોજી એક સારો ઓપ્શન છે. આ કોર્સ કરવા માટે તમારે 35,000થી 1,00,000 રૂપિયાની વાર્ષિક ફી જમા કરવી પડશે. આ કોર્સ ત્રણથી ચાર વર્ષમાં પૂરો થાય છે. આ કોર્સ કર્યા બાદ બાયોટેક્નોલોજિસ્ટની પોસ્ટ પર નોકરી મેળવી શકે છે, જ્યાં વાર્ષિક પેકેજ 5 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે.
4. બીએસસી એગ્રીકલ્ચર સાયન્સ
બીએસસી એગ્રીકલ્ચર એ 4 વર્ષનો અંડરગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કોર્સ છે. ઘણી કોલેજો આ કોર્સમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓનું પણ આયોજન કરે છે. જો તમે કોઈપણ સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચર કરવા માંગો છો તો તમારે 7 હજારથી 15 હજાર રૂપિયાની વાર્ષિક ફી જમા કરવી પડશે. પ્રાઈવેટ કોલેજો અને યુનિવર્સિટીઓમાં તેની ફી વાર્ષિક 20 હજાર રૂપિયાથી લઈને 80 હજાર રૂપિયા સુધીની છે. આ કોર્સ કર્યા પછી તમે એગ્રોનોમિસ્ટ, એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ અને એગ્રીબિઝનેસ જેવી જગ્યાઓ પર કામ કરી શકો છો. આ કોર્સ કર્યા પછી તમે દર વર્ષે 5 લાખથી 9 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.