સીબીએસઈ ધોરણ 12નું પરિણામ થયું જાહેર, વેબસાઈટ સિવાય આ રીતે SMS દ્વારા જુઓ પરિણામ
CBSEએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામની લિંક સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર ઉપલબ્ધ છે.
CBSEએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામની લિંક સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર ઉપલબ્ધ છે. CBSE પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે 12માનું પરિણામ જાહેર થયું છે. CBSE પરિણામ બોર્ડ તેની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે. આ વખતે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 22 જુલાઈ 2022 ના રોજ સવારે 9.40 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. સીબીએસઈ બોર્ડ cbse.gov.in અને cbseresults.nic.in ની સત્તાવાર વેબસાઈટ પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
એસએમએસ દ્વારા સીબીએસઈ પરિણામ કેવી રીતે તપાસવું
સૌથી પહેલા મોબાઈલ પર CBSE 12 લખો અને આ મેસેજ 7738299899 પર મોકલો. આ મેસેજ મોકલ્યા બાદ તરત જ તમારા મોબાઈલ પર પરિણામ આવી જશે.
CBSE બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે કેટલા નંબરની જરૂર છે?
CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ જરૂરી છે. આ વખતે બોર્ડની પરીક્ષા બે વખત લેવામાં આવી હતી. ટર્મ 1ની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવી હતી અને ટર્મ 2ની પરીક્ષા એપ્રિલ અને જૂનમાં સમાપ્ત થઈ હતી. લગભગ તમામ રાજ્ય બોર્ડે પરિણામ જાહેર કરી દીધા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પણ CBSE બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ વિદ્યાર્થીઓ સતત માંગ કરી રહ્યા છે.