AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE 12th Result 2022 Declared: CBSE 12મું પરિણામ જાહેર, ત્રિવેન્દ્રમ ફરી બન્યું નંબર-1, પ્રયાગરાજ છેલ્લું, જાણો કેવું રહ્યું તમારા ઝોનનું પરિણામ-SMS દ્વારા ચેક કરો

CBSE Board 12th Result 2022 date and time Live News in gujarati: CBSE ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે cbse.gov.in અથવા cbseresults.nic.in સીધી લિંક પરથી CBSE ધોરણ 12નું પરિણામ જોઈ શકો છો.

CBSE 12th Result 2022 Declared: CBSE 12મું પરિણામ જાહેર, ત્રિવેન્દ્રમ ફરી બન્યું નંબર-1, પ્રયાગરાજ છેલ્લું, જાણો કેવું રહ્યું તમારા ઝોનનું પરિણામ-SMS દ્વારા ચેક કરો
cbse 12th result 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:58 AM
Share

CBSE 12મા ધોરણનું પરિણામ 2022 લિંક: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. CBSE ધોરણ 12 નું પરિણામ 2022 CBSE, (Cbse 12th Result) શુક્રવાર, 22 જુલાઈ 2022 ના રોજ સવારે 9.40 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. સીબીએસઈ બોર્ડ cbse.gov.in અને cbseresults.nic.in ની સત્તાવાર વેબસાઈટ પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તમે આ સમાચારમાં આગળ આપવામાં આવેલી સીધી લિંક પરથી તમારું પરિણામ પણ જોઈ શકો છો. પરિણામ ચકાસવા માટે, CBSE એ તેની વેબસાઇટ પર 3 લિંક્સ સક્રિય કરી છે. તમે આમાંથી કોઈપણ લિંક પર ક્લિક કરીને તમારું CBSE 12માનું પરિણામ જોઈ શકો છો.

CBSE ધોરણ 12નું Results જોવા માટે તમે અહીં જણાવેલ સ્ટેપ્સ ફોલો કરી શકો છો

  1. CBSE પરિણામ વેબસાઇટ cbser.gov.in પર જાઓ.
  2. હોમ પેજ પર, CBSE Results ટેબ પર ક્લિક કરો.
  3. નવું પેજ ખુલશે. અહીં તમને CBSE ધોરણ 12ના Resultsની ત્રણ લિંક્સ મળશે. કોઈપણ એક પર ક્લિક કરો.
  4. CBSE ધોરણ 12નું પરિણામ પેજ ખુલશે. તમારો CBSE રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ નંબર ભરીને અહીં સબમિટ કરો.
  5. તમારું Results સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો. એક પ્રિન્ટ લો અને ઝેરોક્ષ સુરક્ષિત રાખો.

CBSE 12મું પરિણામ: છોકરીઓ ફરીથી છોકરાઓ કરતા આગળ

CBSE 12મી 2022માં ફરી એકવાર છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા. વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 94.54% છે. જ્યારે 91.25% છોકરાઓ પાસ થયા છે.

CBSE ઘોરણ 12 2022 માં, કુલ 14,44,341 વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા માટે રજિસ્ટર કરાવ્યું હતું. જેમાંથી 14,35,366એ પરીક્ષા આપી હતી. CBSE 12મું પાસ કરનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 13,30,662 છે. એકંદરે CBSE 12મું પાસ ટકાવારી 2022 એટલે કે છોકરાઓ અને છોકરીઓ મળીને આ વખતે 92.71 છે.

SMS દ્વારા CBSE Results કેવી રીતે તપાસવું

સૌથી પહેલા મોબાઈલ પર CBSE 12 લખો અને આ મેસેજ 7738299899 પર મોકલો. આ મેસેજ મોકલ્યા બાદ તરત જ તમારા મોબાઈલ પર પરિણામ આવી જશે.

CBSE બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક્સ ની જરૂર છે?

CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ જરૂરી છે. આ વખતે બોર્ડની પરીક્ષા બે વખત લેવામાં આવી હતી. ટર્મ 1ની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવી હતી અને ટર્મ 2ની પરીક્ષા એપ્રિલ અને જૂનમાં સમાપ્ત થઈ હતી. લગભગ તમામ રાજ્ય બોર્ડે પરિણામ જાહેર કરી દીધા છે.

CBSE 12th Region Wise Pass Percentage 2022

  1. ત્રિવેન્દ્રમ                  98.83%
  2. બેંગલુરુ                   98.16 %
  3. ચેન્નાઈ                     97.79%
  4. દિલ્હી પૂર્વ               96.29%
  5. દિલ્હી પશ્ચિમ          96.29%
  6. અજમેર                   96.01 %
  7. ચંદીગઢ                   95.98%
  8. પંચકુલા                   94.08 %
  9. ગુવાહાટી                92.06 %
  10. પટના                     91.20%
  11. ભોપાલ                   90.74%
  12. પુણે                        90.48%
  13. ભુવનેશ્વર                90.37%
  14. નોઇડા                   90.27%
  15. દેહરાદૂન                85.39%
  16. પ્રયાગરાજ             83.71%

CBSE 12th Result 2022 Check Link

g clip-path="url(#clip0_868_265)">