Corona Pandemic: વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પડી અનેક મુશ્કેલીઓ

કોરોના મહામારી (Coronavirus Pandemic)એ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધા, લોકોને ઘરોમાં કેદ થવાની ફરજ પડી હતી, સાથે ઘણા લોકોને તેમની નોકરી ગુમાવવી પડી હતી.

Corona Pandemic: વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પડી અનેક મુશ્કેલીઓ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Mar 01, 2021 | 11:07 PM

કોરોના મહામારી (Coronavirus Pandemic)એ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધા, લોકોને ઘરોમાં કેદ થવાની ફરજ પડી હતી, સાથે ઘણા લોકોને તેમની નોકરી ગુમાવવી પડી હતી. આ સમયગાળા દરમિયાન ઉછીના રૂપિયા લેવાનો દર ઝડપથી વધી ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો બે ટંકનું જમવાનું પણ નસીબથી મળતું હતું. આવી સ્થિતિમાં જે વિદેશ (Foreign)માં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students) પણ મહામારીને કારણે વધુ પ્રભાવિત થયાં હતા. આમાંથી કેટલાક લોકોને અચાનક પોતાના દેશ જવા માટે કહી દેવામાં આવ્યું હતું કેમ કે હોસ્ટેલ અને શૈક્ષણિક સંસ્થા બંધ કરી દેવાઈ અને ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા.

લોકડાઉન પછી ઘણા વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા, પરંતુ એવા ઘણા લોકો હતા કે જે કાં તો વિદેશમાં અટવાઈ ગયા હતા અથવા ત્યાં પોતાની ઈચ્છાથી રહ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભારતની એક વિદ્યાર્થીની યુકેની ઈસ્ટ એંગ્લિઆ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું કે અહીં તેણે ઓનલાઈન ક્લાસ તેમજ સાથે-સાથે આરોગ્ય સંભાળ (Health Care) માટે પણ કામ કર્યું, કારણ કે જ્યારે તેઑ મેડિસિનના અભ્યાસ કરતાં હતા, ત્યારે તેઓ તેના અભ્યાસક્રમનો એક ભાગ હતા. તેમણે કહ્યું કે કેવી રીતે લોકો મહામારીને કારણે તેમના પ્રિયજનને ગુમાવી રહ્યા છે અને છેલ્લી ક્ષણોમાં પણ તેમની સાથે ન હતા. શરૂઆતમાં તેને લાગ્યું કે સમસ્યા બે અઠવાડિયાથી વધુ ચાલશે નહીં, પરંતુ તેમનું અનુમાન ખોટું સાબિત થયું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાર્ટ ટાઈમ જોબ ગુમાવી

ન્યુઝીલેન્ડ (New Zealand)માં બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ કરતી અન્ય એક ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે તેના અભ્યાસમાં સંશોધનનું વધારે કામ હોય છે. પરંતુ આ સમય દરમિયાન તેઓએ તેમની પાર્ટ ટાઈમ જોબ ગુમાવી દીધી. તેમને અહીં મકાન ભાડુ અને અન્ય ખર્ચ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, પાછળથી જ્યારે આ દેશ (ન્યુઝીલેન્ડ)માં પરિસ્થિતિ સામાન્ય બની, ત્યારે સરકારે વિદ્યાર્થીઓને પાછા ફરવાની મંજૂરી આપી, જેથી તેમના અભ્યાસને નુકસાન ન પહોંચે. તે જ દેશમાં એક વર્ષનો કોર્સ માટે આવેલી એક વિદ્યાર્થીને ફેબ્રુઆરી 2020માં એડમિશન લીધું હતું અને માર્ચમાં લોકડાઉન લાગુ થયું. તેના અભ્યાસક્રમમાં મુસાફરી અને ક્ષેત્રની યાત્રાઓ શામેલ છે, પરંતુ તે બધુ થઈ શક્યું નહીં.

વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને તેમની પાર્ટ ટાઈમ નોકરીઓ ગુમાવવી પડી હતી તો કેટલાક પ્રતિબંધ ને કારણે ત્યાં અટવાઈ ગયા હતા અને કેટલાક તેમના ઘરે આવ્યા હતા, પરંતુ મહામારીમાં ફરીથી પ્રતિબંધ (Restriction in Pandemic) પર જવા માટે ચિંતિત હતા. તેમના અભ્યાસમાં પણ નુકસાન થયું હોવાથી તેમાંના ઘણાને સારી નોકરી માટેની ચિંતા પણ છે. જો કે એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે ભારતીય વિદ્યાર્થી સહિત અન્ય દેશના વિદ્યાર્થીઓની મદદ માટે ઘણી સંસ્થાઓ આગળ આવી હતી.

આ પણ વાંચો: Bengal Election 2021: બંગાળ ચૂંટણી પ્રચારની સામગ્રી તૈયાર કરશે ગુજરાત, સુરતના વેપારીને મળ્યો મોટો ઓર્ડર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">