Bengal Election 2021: બંગાળ ચૂંટણી પ્રચારની સામગ્રી તૈયાર કરશે ગુજરાત, સુરતના વેપારીને મળ્યો મોટો ઓર્ડર

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે પશ્ચિમ બંગાળમાં થનારી ચૂંટણી પર સૌની નજર છે.

  • Tv9 webdesk41
  • Published On - 22:09 PM, 1 Mar 2021
Bengal Election 2021: બંગાળ ચૂંટણી પ્રચારની સામગ્રી તૈયાર કરશે ગુજરાત, સુરતના વેપારીને મળ્યો મોટો ઓર્ડર

Bengal Election 2021: આગામી વિધાનસભા ચૂંટણીને લઈને હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે પશ્ચિમ બંગાળમાં થનારી ચૂંટણી પર સૌની નજર છે. મમતા દીદીને ટક્કર આપવા ખુદ પીએમ નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા છે. મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી વચ્ચે ભાષણોમાં ચાલતું વાકયુદ્ધ આપણે સૌ કોઈએ જોયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત ઉપર ટિપ્પણી કરવાનો એક પણ મોકો મમતા બેનર્જી છોડતા નથી પણ આશ્ચર્યની વચ્ચે જ્યારે પણ બંગાળમાં ચૂંટણી આવે છે, ત્યારે ત્યારે તેમની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર પ્રસારના સાધનો અને મટીરીયલ ગુજરાતમાંથી આવે છે.

 

 

ગુજરાતના સુરત શહેરમાંથી કે જે ટેકસટાઈલ નગરી કહેવાય છે તે સુરતમાંથી દેશભરના રાજ્યોમાં જ્યાં પણ ચૂંટણી હોય છે, ત્યાં ઈલેક્શન મટીરીયલ પૂરું પાડવામાં આવે છે. આ વખતે પણ જ્યારે બંગાળમાં ચૂંટણી છે, ત્યારે સુરતમાંથી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે સાડી અને ઝંડાનો મોટો ઓર્ડર સુરતના વેપારીઓને મળ્યો છે.

 

આ પણ વાંચો: Gujarat: જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ, તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ