IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ

IIT JAM admit card 2022 date: માસ્ટર્સ માટે જોઈન્ટ એડમિશન ટેસ્ટે IIT ના માસ્ટર કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. આ વર્ષે IIT JAM 2022ની પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવાશે.

IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ
IIT JAM admit card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 5:42 PM

IIT JAM admit card 2022 date: માસ્ટર્સ માટે જોઈન્ટ એડમિશન ટેસ્ટ (IIT JAM) એ IIT ના માસ્ટર કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. આ વર્ષે IIT JAM 2022 ની પરીક્ષા (IIT JAM 2022) 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવાશે. આ માટેના એડમિટ કાર્ડ આજે, 04 જાન્યુઆરી 2022ના રોજ જાહેર થવાના હતા. પરંતુ હવે આ તારીખ લંબાવવામાં આવી છે. આ અંગેની માહિતી સત્તાવાર વેબસાઇટ jam.iitr.ac.in પર આપવામાં આવી છે.

આ વર્ષે IIT JAM પરીક્ષા IIT રૂરકી દ્વારા લેવામાં આવી રહી છે. IIT રૂરકીએ જણાવ્યું છે કે, IIT JAM 2022 એડમિટ કાર્ડ માટેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક સત્તાવાર વેબસાઇટ jam.iitr.ac.in પર સક્રિય કરવામાં આવશે. આ પછી, ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરીને તેમનું પ્રવેશ કાર્ડ મેળવી શકશે.

IIT JAM 2022 admit card: કેવી રીતે ડાઉનલોડ કરવું

  1. લિંક એક્ટિવેટ થયા પછી, IIT JAM 2022ની વેબસાઇટ jam.iitr.ac.in પર જાઓ.
  2. હોમ પેજ પર તમને IIT JAM એડમિટ કાર્ડ 2022 ડાઉનલોડ લિંક મળશે. તેને ક્લિક કરો.
  3. ઉમેદવારનું લોગીન પેજ ખુલશે. અહીં JOAPS પોર્ટલ પર, તમારે તમારું JAM 2022 નોંધણી ID અથવા
  4. ઇમેઇલ ID, પાસવર્ડ અને ઑન-સ્ક્રીન સુરક્ષા કોડ દાખલ કરીને સબમિટ કરવાનો રહેશે.
  5. તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  6. તેમાં આપવામાં આવેલી દરેક માહિતીને સારી રીતે તપાસો.
  7. કોઈપણ વિસંગતતાના કિસ્સામાં તરત જ IIT રૂરકીનો સંપર્ક કરો.
  8. જો એડમિટ કાર્ડ સાચુ હોય તો તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો અને તેને સુરક્ષિત રાખો.

નોંધ કરો કે, કોઈપણ સંજોગોમાં કોઈપણ ઉમેદવારને પ્રવેશ કાર્ડની કોઈ અલગ હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. એડમિટ કાર્ડની પ્રિન્ટ ઓનલાઈન લીધા પછી જ તમારે પરીક્ષા કેન્દ્ર પર જવાનું રહેશે. આના વિના તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. એડમિટ કાર્ડની સાથે, તમારે કોઈપણ માન્ય ફોટો આઈડી પ્રૂફ જેમ કે – આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, વગેરે સાથે રાખવું આવશ્યક છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

IIT JAM શું છે

તેનું સંપૂર્ણ ફોર્મ છે જોઈન્ટ ઓડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સ. આના દ્વારા, વિવિધ માસ્ટર પ્રોગ્રામ્સ, IIT અને IISc બેંગ્લોરના MSc કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. IIT JAM 2022 ની પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવામાં આવશે. પરિણામ 22 માર્ચ 2022ના રોજ જાહેર કરવામાં આવશે. પ્રતિકૂળ સંજોગોમાં આ તારીખો બદલવી શક્ય છે. તેથી સમય સમય પર JAM 2022 વેબસાઇટની મુલાકાત લેતા રહો.

આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે

આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

g clip-path="url(#clip0_868_265)">